back to top
Homeમુંબઈપુત્રને 90 ટકા છતાં એન્જિનયરીંગમાં એડિમશન ન મળતા પિતાનો આપઘાત

પુત્રને 90 ટકા છતાં એન્જિનયરીંગમાં એડિમશન ન મળતા પિતાનો આપઘાત

છત્રપતિ સંભાજી નગરની કરુણ ઘટના

મરાઠા અનામત આંદોલનમાં સક્રિય પિતાએ ચિઠ્ઠી લખી  અંતિમ પગલું ભર્યું

મુંબઇ  :  છત્રપતિ સંભાજીનગરમાં ફરી મરાઠા આરક્ષણ માટે એક ૪૧ વર્ષીય શખ્સે આત્મહત્યા કરી હતી. તેમજ બારમાં ધોરણમાં ૯૦ ટકા માર્ક હોવા છતાં પુત્રને એન્જીનીયરીંગમાં એડિમિશન ન મળતાં આ આત્યાંતિક પગલું ભર્યું હોવાનું કહેવાય છે. 

વિગત મુજબ,  છત્રપતિ સંભાજીનગરમાં  મરાઠા  આરક્ષણ માટે  બાબાસાહેબ જનાર્દન પદુલ (ઉ.વ.૪૧) જે લાડસાવંગીનો રહેવાસી હતો, તેણે ચિઠ્ઠી લખીને  આત્મહત્યા કરી હતી. 

બાબાસાહેબ પદુલના  પુત્રએે  બારમાની પરીક્ષામાં ૯૦ ટકા  માર્ક મેળવ્યા હતા. તેમ છતાં  પદુલના પુત્રને એન્જિનીયરીંગમાં એડમિશન મળ્યું ન હતું. તેથી પાદુલને અફસોસ હતો કે એન્જિનયરીંગમાં  એડમિશન માટે  માત્ર સારા નંબરની જરુર નથી પડતી. પદુલ છેલ્લા ઘણા  સમયથી અનામતની લડતમાં  આંદોલનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યો હતો. જો કે, હજુ  સુધી અનામત ન મળતા તેણે ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી હતી.

આ ઘટના બાદ, પાદુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી મળતા જ મરાઠા બંધુઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલની બહાર એકઠા થઈ ગયા હતા અને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments