Mayuri Kango: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા ચહેરા છે, જેઓ થોડી ફિલ્મો કરીને લોકપ્રિય થઈ જાય છે અને પછી એકદમથી જ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ જાય છે. એમાં કેટલાક ગુમનામીનું જીવન જીવી રહ્યા હોય છે તો કેટલાકે પોતાનો નવો રસ્તો બનાવ્યો હોય છે. આમાંનું એક નામ છે મયુરી કાંગો.
મહેશ ભટ્ટની ફિલ્મમાં કામ કર્યું હતું
આ અભિનેત્રીએ ઘણી ફિલ્મો કરી છે. ફિલ્મ ‘નસીમ’થી કરિયરની શરૂઆત કરનાર આ અભિનેત્રીની એક્ટિંગ મહેશ ભટ્ટને પસંદ આવતા તેને ‘પાપા કહેતે હૈં’ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી હતી. આ ફિલ્મ વખતે તે 12માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. ત્યારબાદ ‘હોગી પ્યાર કી જીત’, ‘બાદલ’ જેવી ઘણી ફિલ્મોમાં દેખાઈ હતી. પરંતુ હવે તે સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ છે.
ટીવીની દુનિયામાં પગ મૂક્યો
મયુરી મોટી અભિનેત્રી બનવાનું સપનું લઈને ઈન્ડસ્ટ્રીમાં આવી હતી પરંતુ તેનું સપનું પૂરું થઈ શક્યું નહીં. બોલિવૂડમાં આવ્યા પછી તેને ખબર પડી કે અહીં ટકી રહેવું સરળ નથી. આથી સિલ્વર સ્ક્રિન પર સફળતા ન મળતા મયુરીએ ટીવીમાં કામ કરવાનું શરુ કર્યું. તેણે ‘ડોલર બહુ’ (2001) અને ‘કરિશ્માઃ ધ મિરેકલ્સ ઓફ ડેસ્ટિની’ (2003)માં કરિશ્મા કપૂરની દીકરીનો રોલ કર્યો હતો.
IIT કાનપુરમાં સિલેક્શન થયું હતું
મયુરી કાંગો અભ્યાસમાં સારી હતી. આઈઆઈટી કાનપુરમાં તેની પસંદગી થઈ હતી. પરંતુ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છાને કારણે તેણે ત્યાં એડમિશન લીધું ન હતું. કહેવાય છે કે અભિનેત્રીએ 16 ફિલ્મો કરી હતી પરંતુ તેના નબળા અભિનયને જોતા ઘણી ફિલ્મો રિલીઝ પણ થઈ ન હતી. આથી તેણે યોગ્ય સમયે ઈન્ડસ્ટ્રી છોડી દીધી. ઈન્ડસ્ટ્રીમાંથી બહાર નીકળવાનો નિર્ણય મયુરી માટે સાચો સાબિત થયો અને હવે તે કરોડો રૂપિયા છાપી રહી છે.
મયુરી કાંગો NRI સાથે લગ્ન કરીને અમેરિકા જતી રહી હતી
મયુરી કાંગોએ 2003 માં તેની અભિનય કારકિર્દી છોડી દીધી અને MBA કરવાનું નક્કી કર્યું. આ પછી તેણે NRI આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન કર્યા અને અમેરિકા જતી રહી. 2011માં તે પુત્ર કિયાનની માતા બની હતી.
Googleની હેડ બની મયૂરી
લગ્ન પછી મયુરીએ અમેરિકામાં MBA કર્યું અને ત્યાં જ તેને પહેલી નોકરી પણ મળી. તે પછી, 2019 માં, મયુરીની મહેનત રંગ લાવી અને તે ગૂગલ ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી હેડ બની. તેણીએ સોશિયલ મીડિયા પર ઘણી વખત ચાહકોને તેની ઓફિસની ઝલક પણ બતાવી છે. આ પછી મયુરી 2013માં ભારત પરત આવી હતી.