– ફિર આયી હસીન દિલરૂબા 2021માં રજૂ થયેલી ફિલ્મની સીક્વલ છે
મુંબઇ : તાપસી પન્નુ અને વિક્રાંત મેસી અભિનિત ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ઓટીટી મંચ પર ૯ ઓગસ્ટથી સ્ટ્રીમ થવાનું શરૂ થશે.૨૦૨૧માં રજૂ થયેલી ફિલ્મ હસીન દિલરૂબાની આ સીક્વલમાં તાપસી અને વિક્રાંતની મુખ્ય ભૂમિકા ઉપરાંત જિમ્મી શેરગીલ અને સન્ની કૌશલ પણ પોતાની અભિનય પ્રતિભા દર્શાવશે. ફિલ્મનું દિગ્દર્શન જયપ્રદ દેસાઈએ કર્યું છે જ્યારે લેખન અને સહનિર્માતા તરીકેની જવાબદારી કનિકા ઢિલ્લોને નિભાવી છે.
ફિલ્મના સત્તાવાર સારાંશમા જણાવાયું છે કે પ્રથમ ફિલ્મ હસીન દિલરૂબા જ્યાં પૂર્ણ થઈ ત્યાંથી જ આ ફિલ્મ શરૂ થશે. ફિલ્મની વાર્તા રાણી કશ્યપ અને રિષભ સક્સેના આગ્રાના ગતિશીલ શહેરમાં જીવનની નવી શરૂઆત કરવાની તૈયારી કરતા હોય છે ત્યાંથી શરૂ થાય છે. પીછો કરતી પોલીસ અને તેમનો પથ દર્શાવતા લોહીના ટીપા તેમજ સન્ની કૌશલના પાત્ર અભિમન્યુના આગમન સાથે તેમની શોધ નાટકીય વળાંક લઈને સમગ્ર ડ્રામામાં નવુ સ્તર ઉમેરે છે. પ્રેમીઓને તેમની સુખેથી જીવવાની આશા પર પાણી ફેરવવા તત્પર જિમ્મી શેરગીલ અને અન્યોના રૂપમાં નવા શત્રુઓ મળે છે.તાપસી છેલ્લે શાહ રૂખ સાથે ડુનકીમાં દેખાઈ હતી જ્યારે વિક્રાંત વિધુ ચોપરાની પ્રશંસા પામેલી ૧૨મી ફેલમાં દેખાયો હતો.