back to top
Homeમનોરંજનસ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો દિલજીત દોસાંઝ અને અચાનક પહોંચ્યા વડાપ્રધાન,...

સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો દિલજીત દોસાંઝ અને અચાનક પહોંચ્યા વડાપ્રધાન, જુઓ વાયરલ VIDEO

Diljit Dosanjh: ફેમસ પંજાબી સિંગર દિલજીત દોસાંઝ દેશ-વિદેશમાં પોતાના અવાજથી લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. વિદેશોમાં પણ તેમના મ્યુઝિક કોન્સર્ટનો જાદુ ઓડિયન્સ પર ચાલી જાય છે. હાલ દિલજીત તેના દિલ-લુમિનાતી ટૂર યર 24 માટે  વિશ્વભરના પ્રવાસ પર નીકળ્યો છે. જેમાં ટોરોન્ટોમાં તેનું એક પરફોર્મન્સ હતું. જેમાં કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો તેની સાથે સ્ટેજ પર જોડાયા હતા.

જસ્ટિન ટ્રુડોએ દિલજીતને આપી સરપ્રાઈઝ 

દિલજીત દોસાંઝ ભારતીય અભિનેતા અને સિંગર છે, પરંતુ વિશ્વના દરેક શહેરમાં તેના ફેન છે. કલાકારનું મ્યુઝિક તેને અત્યાર સુધીના સૌથી લોકપ્રિય પંજાબી કલાકારોમાંનો એક બનાવે છે. ‘ક્રૂ’ અને ‘અમર સિંહ ચમકીલા’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય આપ્યા પછી, દિલજીતે તેના લાખો ફેન્સ માટે લાઇવ પર્ફોર્મન્સ આપવાનું શરૂ કર્યું.

એવા તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઓન્ટારિયોના ડાઉનટાઉન ટોરોન્ટોના રોજર્સ સેન્ટર સ્ટેડિયમમાં પંજાબી ગાયકને મળ્યા હતા. જયારે દિલજીત પરફોર્મન્સ માટે સાઉન્ડ ચેક કરતા હતા ત્યારે જસ્ટિન ટ્રુડોએ તેને સરપ્રાઈઝ આપી હતી. બંનેએ પોતાના  ઓફિશિયલ હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલી ક્લિપમાં, દિલજીતનું હાથ જોડીને પીએમ ટ્રુડોનું સ્વાગત કરતા જોઈ શકાય છે.

વીડિયો શેર કર્યા બાદ આ વાત લખી

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ તસવીર શેર કરી અને લખ્યું, ‘દિલજીત દોસાંજને તેના શો પહેલા શુભેચ્છા, કેનેડા એક મહાન દેશ છે, જ્યાં પંજાબનો છોકરો ઈતિહાસ રચી શકે છે.  વિવિધતા માત્ર આપણી તાકાત નથી. આ આપણી સુપર પાવર છે.’

દોસાંઝે લખ્યું, ‘વિવિધતા કેનેડાની તાકાત છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઈતિહાસ રચાતા જોવા આવ્યા હતા. અમારી બધી ટિકિટો રોજર્સ સેન્ટરમાં વેચાઈ ગઈ હતી.’

આ પણ વાંચો: કરણ જોહરે બેડ ન્યૂઝમાં પણ ડુપ્લીકેટનું હિટ ગીત ઉઠાવી લીધું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments