back to top
Homeસ્પોર્ટ્સક્રિકેટજગતના લોકપ્રિય ખેલાડીએ તમામ ફોર્મેટમાંથી લીધી વિદાય, ચેમ્પિયન્સ ટ્રોફી પણ નહીં રમે

ક્રિકેટજગતના લોકપ્રિય ખેલાડીએ તમામ ફોર્મેટમાંથી લીધી વિદાય, ચેમ્પિયન્સ ટ્રોફી પણ નહીં રમે

Image: Facebook

David Warner Retirement Confirms From ICC Match: ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેના ચાહકોને આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળશે નહીં. ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઈલીએ આ અંતે ખાતરી કરી છે. વોર્નરે ગતવર્ષે જ જાહેરાત કરી હતી કે, T20 વર્લ્ડ કપ 2024 તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. તેણે જાન્યુઆરી 2024માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેની છેલ્લી ODI આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ હતી. જો કે, તેણે ઘણી વખત કહ્યું હતું કે જો બોર્ડ ઇચ્છે તો તે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે તૈયાર છે.

શું વોર્નર રમવા માગે છે??

ચીફ સિલેક્ટરે જાહેરાત કરી દીધી છે કે, આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડેવિડ વોર્નરની પસંદગી કરવામાં આવશે નહીં. ગત મહિને ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમના નિરાશાજનક પ્રદર્શન સાથે તેનું ટી20 આંતરરાષ્ટ્રીય કરિયર પૂર્ણ થયુ હતું. થોડા દિવસ પહેલાં જ ઈન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે, “જો મને તક મળી તો હું થોડો સમય ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમતો રહીશ. જો મારી પસંદગી થાય તો હું ઓસ્ટ્રેલિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તૈયાર છું. 

T20માં કોણ બનશે કાયમી કેપ્ટન? રેસમાં હાર્દિક પંડ્યાને જોરદાર ટક્કર આપી રહ્યો છે આ ખેલાડી

સિલેક્ટરે વોર્નરને નિવૃત્તિ આપી

જો કે, ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય પસંદગીકાર અને ભૂતપૂર્વ ક્રિકેટર જ્યોર્જ બેઇલીએ ખાતરી કરી છે કે વોર્નરને ઓસ્ટ્રેલિયા મેનેજમેન્ટની પસંદગી યોજનામાં સામેલ કરાયો નથી. અમે ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી રહ્યા છીએ, અમારી પસંદગીની યાદીમાં વોર્નર સામેલ નથી. ડેવિડ નિવૃત્ત થઈ ગયો છે અને ત્રણેય ફોર્મેટમાં તેની અવિશ્વસનીય કારકિર્દીની પ્રશંસા થવી જોઈએ.”

ચીફ સિલેક્ટરે આગળ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા માટે તેનું યોગદાન હંમેશા યાદગાર રહેશે. ટીમની વાત કરીએ તો, અમુક ખેલાડીઓને બદલવામાં આવ્યા છે, જેથી આગામી ટુર્નામેન્ટ રોમાંચક રહેશે. ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી મેચમાં સીમિત ઓવરની સિરિઝ માટે ટીમની પસંદગી કરી છે. જેમાં અમુક નવા અને યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ડેવિડ વોર્નરના ઉત્તરાધિકારી ગણાતા જેક ફ્રેજર મેકગર્કને ટીમમાં સ્થાન મળ્યું છે. 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments