સ્પોર્ટ્સ રસિયાઓ માટે આ વિકેન્ડ મનોરંજનથી ભરપૂર રહ્યો. કારણ કે છેલ્લા 24 કલાકમાં રમતજગતની વિવિધ મેજર ટુર્નામેન્ટ્સની ફાઇનલ રમાઇ ગઈ. ક્યાંક જેવુ ધાર્યું હતું એવું જ પરિણામ આવ્યું તો ક્યાંક મેજર અપસેટ્સ પણ સર્જાયા. ઓવરઓલ એન્ટરટેનમેન્ટમાં કોઈ કમી ન રહી. ચાલો એક ઊડતી નજર કરીએ તમામ મેજર ઇવેન્ટ્સ પર.
1) વિમ્બલ્ડન ફાઇનલ (Wimbledon final) : લંડનમાં માતી અને વિશ્વની સૌથી જૂની માનવામાં આવતી ટેનિસ ટુર્નામેન્ટમાં આ વખતે વિમેન્સ ફાઇનલમાં મેજર અપસેટ સર્જાયો. મહિલાઓની ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં આ વખતે ફાઇનલમાં પહોંચેલી બંને ખેલાડીઓ પહેલી વખત ફાઇનલમાં પહોંચી હતી. માટે આ ટુર્નામેન્ટને એક નવી ચેમ્પિયન જ મળશે એ નિશ્ચિત હતું. એમાં પણ જેસ્મિન પાઓલિની (Jasmine Paolini) જે સાતમાં ક્રમે અને બાર્બોરા ક્રેસિકોવા (Barbora Krejcikova) જે 31મી સિડેડ ખીલાડી છે. એટલે કે ટોપ 5 ક્રમની એક પણ ખેલાડી ફાઇનલ સુધી પહોંચી શકી નહોતી. એમાં પણ ફાઇનલમાં રેન્કિંગ પરથી મજબૂત લાગતી જેસ્મિનનો પરાજય થયો હતો અને બાર્બોરા પહેલી વખત ટાઇટલ ચેમ્પિયન બની હતી.
2) ક્રિકેટ ( Ind vs Zimbabwe ) : ક્રિકેટ જગતમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચમી અને આખરી T20 મેચ રમાઈ ગઈ જેમાં ભારતનો વિજય થયો હતો. ઝિમ્બાબ્વેએ આ મેચમાં ભારતને ટક્કર આપવાનો પ્રયાસ જરૂર કર્યો હતો પરંતુ આ સિરીઝની પ્રથમ મેચ હારેલી ટીમ ઈન્ડિયાએ એ ભૂલ રિપીટ ન કરતાં સતત 4 ટી-20 મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી.
3) વિમ્બલ્ડન ફાઇનલ ( Carlos Alcaraz vs Novac DJokovic ): વિમ્બલ્ડનમાં બીજી ફાઇનલ પુરુષો વચ્ચે ભારતીય સમય પ્રમાણે રવિવારે સાંજે સાડા છ વાગ્યે શરૂ થઈ હતી જેમાં 21 વર્ષીય યુવા ખેલાડી કાર્લોસ અલકારઝે 37 વર્ષીય સિનિયર ખેલાડી નોવાક જોકોવિચને હરાવીને સતત બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન અલકારઝ શરૂઆતથી નોવાક પર હાવી રહ્યો હતો અને સતત પોતાની ફોરહેન્ડ સર્વિસથી જોકોવિચને પડકારતો રહ્યો હતો. આ મેચમાં કોઈએ નહીં ધાર્યું હોય એટલી સરળતાથી નોવાકે શરણાગતિ સ્વીકારી લીધી અને ત્રણ સીધા સેટ્સમાં કારલોસનો વિજય થયો હતો.
4) યુરો કપ ફાઇનલ ( Euro 2024 Final ) : તો બીજી તરફ યુરો કપની ફાઇનલમાં ફરી એક વખત ઈંગ્લેન્ડ હારી ગયું હતું. સ્પેને યુરો કપ ફાઇનલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. 58 વર્ષથી ઈંગ્લેન્ડને કોઈ મેજર ટુર્નામેન્ટ જીતવાની તક મળી નથી. છેલ્લે 1966માં ઈંગ્લેન્ડની મેન્સ ટીમ ઘરઆંગણે રમાયેલ વર્લ્ડકપ જીતી હતી. જેમાં તેમણે ફાઇનલમાં જર્મનીને પરાજય આપ્યો હતો. આ સિવાય મહિલાઓએ 2022માં યુરો કપ જીત્યો હતો. પુરુષ ટીમને મેજર ટુર્નામેન્ટ જીતવા માટે હજુ રાહ જોવી પડશે.
5) Copa America Final ( Arg vs Col ) : તો ફૂટબોલ જગતની જ વધુ એક રોમાંચક ફાઇનલ કોપા અમેરિકાની ફાઇનલમાં આર્જેન્ટિના અને કોલંબિયા ટકરાયા હતા. બંને ટીમો વચ્ચે ભારે રસાકસી થઈ હતી. 90 મિનિટ પુરી થયા પછી પણ બંને ટીમોમાંથી એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી. છેલ્લી મિનિટોમાં આર્જેન્ટીનાના કેપ્ટન મેસીને ઇજાના કારણે સબસ્ટિટ્યૂટ કરવામાં આવ્યો હતો. એકસ્ટ્રા ટાઈમમાં 8 મિનિટમાં માર્ટીનેઝ દ્વારા ફટકારવામાં આવેલા એકમાત્ર ગોળના સહારે આર્જેન્ટિના આ ટુર્નામેન્ટ ફરી એક વખત જીતી ગયું હતું. કેપ્ટન લિયોનેલ મેસી માટે ગૌરવની વાત રહેશે કારણ કે તેણે પોતાના દેશની ટીમને બહુ ટૂંકા સમયમાં ફિફા વર્લ્ડકપ અને કોપા અમેરિકા જેવી બે મેજર ટુર્નામેન્ટમાં વિજેતા બનાવ્યું હતું.
આ સિવાય ક્રિકેટની લિજેન્ડસ લીગની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું એ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખુશીમાં વધારો કરનારી ઇવેન્ટ બની રહી હતી.