મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૪૧૧થી ૨૪૧૨ વાળા નીચામાં ૨૪૦૧થી ૨૪૦૨ થયા પછી ઉંચામાં ભાવ ૨૪૨૦ થઈ૨૪૧૯ ડોલર રહ્યા હતા. ડોલર ઈન્ડેક્સની પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ આજે જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૨૫૦૦ વાળા રૂ.૭૨૪૨૨ થઈ રૂ.૭૨૬૪૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૮૦૦ વાળા રૂ.૭૨૭૧૩ થઈ રૂ.૭૨૯૩૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૯૨૦૦૦ વાળા રૂ.૯૧૪૬૫ થઈ રૂ.૯૧૮૩૫ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૦.૭૮થી ૩૦.૭૯ વાળા નીચામાં ૩૦.૫૬ તથા ઉંચામાં ભાવ ૩૧.૦૧ થઈ ૩૦.૭૭થી ૩૦.૭૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૫૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૩૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૧૦૦૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૫૨ તથા ઉંચામાં ૯૭૨ થઈ ૯૬૮થી ૯૬૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૩ ટકા નરમ હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ સાંકડી વધઘટ વચ્ચે નરમ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૫.૦૩ વાળા ૮૪.૮૫ ડોલર રહ્યા હતા.
યુએસ ક્રૂડના ભાવ ૮૨.૨૧ વાળા ૮૨.૦૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ચીનની નવી માગ રુંધાયાના સમાચાર હતા. ચીનમાં જીડીપી ગ્રોથ ઘટી ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક પછીની નવીનીચી સપાટીએ ઉતર્યો હતો.