મનોરંજન અને પ્રિસિદ્ધી માટે વિડિયો બનાવતો હોવાનો દાવો
મુંબઈ – અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની કથિત ધમકી આપવા બદલ ગયા મહિને પકડાયેલા અને ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સંબંધ હોવાનો દાવો કરનારનારા યુટયુબરને કોર્ટે જામીન મંજૂર કર્યા છે.
રાજસ્થાનના બનવારીલાલ ગુજ્જરસામે ગુનાહિત ધાકધમકી આપવા અને માહિતી અનેતંત્રજ્ઞાાન કાયદા સંબંધી આરોપ લાગુ કરાયા હતા. પોલીસે જણાવ્યું હતંંુ કે યુટયુબ પર ગુજ્જરે વિડિયો અપલોડ કરીને ખાનની હત્યાની વાત કરી હતી અને લોરેન્સ બિશ્નોઈ, ગેલ્ડી બ્રાર અને અન્ય ગેન્ગસ્ટરો સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો.
ગુજ્જરે વ્યુવરશિપ વધારવા માટે વિડિયો બનાવ્યો હોવાનું પોલીસે જણાવ્યુંહતું. એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ વીઆર પાટીલે તેની જામીન અરજી સ્વીકારી હતી.
નક્કર પુરાવા વિના પોતાને ખોટી રીતે કેસમાં સંડોવ્યો છે. પોતે મનોરંજન માટે વિડિયો બનાવે છે. વિડિયોમાં તેણે ક્યાંય સલમાન ખાનને મારી નાખશે એવું કહ્યું નથી. આથી લગુ કરાયેલો કલમો તેને લાગુ પડતી નથી, એવી દલીલ કરી હતી.