Representative Image
Ahmedabad-Vadodara Express Highway Road Accident : રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્સઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, જોકે હજુ મૃત્યુંઆંક વધવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટતાં સાઇડમાં ઉભેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારતાં બસ ડિવાઇડર બેસેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં 6 લોકો કચડાઇ જતાં તેમના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 8 લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઇ તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે.