– પોલીસે રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો
– શહેરની સોસાયટી અને ગામની શાળાની પાછળ પત્તા પાનાનો જુગાર રમાતો હતો
મહેમદાવાદ પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મહેમદાવાદ કચેરી દરવાજા પાસે આવેલી આસ્થા સોસાયટી પાછળ ખુલ્લામાં કેટલાક ઈસમો પોતાના ફાયદા સારું પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે રેડ પાડતા પત્તા પાનાનો જુગાર રમતા પ્રકાશ જયંતીભાઈ વાઘેલા, ભરત નારણભાઈ સોઢાપરમાર, જયેશભાઈ સોઢાપરમાર, કિરણ ચંદુભાઈ, અજય વિનુભાઈ સોઢાપરમાર તેમજ ચેતન બીપીનભાઈ લુહારને પત્તાપાના જુગાર રમવાના સાધનો તેમજ ૭૯૦ રોકડ સાથે ઝડપી પાડયા હતા.
આ ઉપરાંત મહેમદાવાદ પોલીસે સુઢા વણસોલ પ્રાથમિક શાળા પાછળ રેડ પાડતા ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમતા અજીત લક્ષ્મણભાઈ ડાભી, ગિરીશ બાબુભાઈ ચૌહાણ તેમજ કિરણ છત્રસિંહ સોઢા પરમારને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧,૧૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ બંને બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.