Former Bhuj Deputy Collector Corruption Charges: સરકારી કિંમતી જમીનના મામલે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ પૂર્વ કલેક્ટર સહિત અનેક અધિકારીઓ સામે કાર્યવાહી થયા બાદ વધુ એક જમીન કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. હવે ભુજના તત્કાલીન નાયબ કલેકટર ડી. જે. જોષી (D.J.Joshi) સામે ભુજ, માધાપર, પધ્ધર અને કનૈયાબે સ્થિત આવેલી જમીનનોમાં સરકારના નિયમોને નેવે મુકીને ગેરકાયદે હુકમો કરીને સરકારને રૂપિયા 79,67,555નું આથક નૂકશાન પહોચાડવા સબબ ભુજ એ ડિવિઝન પોલીસ (A Division Police) મથકે ફરિયાદ નોંધાવાઇ છે.
ભુજ ગ્રામ્ય મામલતદાર ભરતકુમાર નવીનચંન્દ્ર શાહએ ભુજના નિવૃત પ્રાંત અધિકારી નાયબ કલેકટર ડી.જે. જોષી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ગત 28 માર્ચ 2007થી 30 એપ્રિલ 2008 દરમિયાન બન્યો હતો. આરોપીએ પોતાના ફરજ કાળ દરમિયાન માધાપરના અરજદાર રામજી સામજી પીંડોરિયાની માધાપર સીમ સર્વે 1044 અને નવા સીમ સર્વે નંબર 365/1 એકર 7.30 ગુંઠા જમીન શ્રી સરકાર હોઇ જે જમીન દબાણ નિયમબદ્ધ કરી આપવા જમીન અરજદારને વિના મુલ્ય આપી સરકારને 23,54,400નું નુકસાન પહોંચાડયું હતું.
તેમજ કનૈયાબે ગામે એશિયા મોટર વર્ક લિમિટેડ કંપની બિનખેડૂત હોવા છતાં અરજદારને ખેતીની જમીન એકર 2.01 ગુઠા વધારા બાબતે પોતાની પાસે અધિકાર ન હોવા છતાં જમીનના દબાણને નિયમબધ્ધ કરીને અઢી ગણુ પ્રિમયમ લેવાને બદલે રૂપિયા 81,950 લઇને સરકારને રૂપિયા 39,26,600નું નૂકશાન પહોંચાડયું હતું. તથા ભુજના જુના સર્વે નંબર 839/1 અને નવા સર્વે નંબર 832/2 વાળી 3 એકર 8.23 ગુંઠાવાળી જમીન કુલે 11.06 ગુઠાવાળી જમીન વધારો 3 એકર નિયમિત કરવા ભુજના દિલીપકુમાર શ્યામદાસ કબીરપંથીને આરોપીએ નિયમબધ્ધ કરી આપી સરકાર સાથે 15,78,255 આથક નૂકશાન પહોંચાડયું હતું.
પધ્ધર પાસેના શ્જન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફએ પધ્ધર જુના સર્વે નંબર 47 પૈકી એકર 4.06 ગુઠા તથા જુના સર્વે નંબર 47 પૈકી 4.05 ગુઠા એમ કુલ 8.11 ગુઠા અને નવા સર્વે નંબર 705 પૈકી 1 એકર 4.07 તથા 705 પૈકી 2 એકર 4.08 કુલ 8.15માં માપણી વધારો 0.04 ગુંઠા નિયમિત કરી દેવાની માગણીમાં આરોપીએ દબાણ નિયમિત કરીને 1,08,000 પ્રિમયમ લેવાને બદલે માત્ર 10 જેવી નજીવી કિંમત લઇને સરકારને 1,08,000નું આર્થિક નુકસાન પહોંપાડયું હતું. આમ આરોપીએ અરજદારોની અરજી સામે નિયમ મુજબ થતી કાર્યવાહી નહીં કરીને સરકારને કુલે રૂપિયા 79,67,555નું આથક નૂકશાન પહોંચાડયું હતું. એ ડિવિઝન પોલીસ આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.