back to top
Homeદુનિયાપોતે ઢાલ બન્યા અને અમને બચાવી લીધાં...: ટ્રમ્પની રેલીમાં જીવ ગુમાવનારની પુત્રીએ...

પોતે ઢાલ બન્યા અને અમને બચાવી લીધાં…: ટ્રમ્પની રેલીમાં જીવ ગુમાવનારની પુત્રીએ લખી ભાવુક પોસ્ટ, લોકો કરી રહ્યા છે સેલ્યુટ

Image: Facebook


Trump rally shooting: પેન્સિલ્વેનિયાની રેલીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં તેઓ માંડ માંડ બચ્યા છે. પરંતુ આ હુમલામાં ટ્રમ્પના સમર્થકનું મોત નીપજ્યું છે. સમર્થકની ઓળખ 50 વર્ષના અગ્નિશમ કર્મી કોરી કોમ્પેરેટોરે તરીકે થઈ છે. કોરી બે બાળકોનો પિતા હતો.

પેન્સિલ્વેનિયાના ગવર્નર જોશ શાપિરોએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે, અમે કાલે પેન્સિલ્વેનિયાના એક સાથી કોરી કોમ્પેરેટોરે ગુમાવ્યો છે. મેં હાલ જ તેની પત્નિ અને બે બાળકીઓ સાથે વાત કરી. તેઓએ કહ્યું કે, પીડિત ધાર્મિક રૂપે ફાયર ફાઈટર અને એક ઉત્સાહી ટ્રમ્પ સમર્થક હતો.

પેન્સિલ્વેનિયા અને અમેરિકા માટે ચોંકાવનારી ઘટનાઃ ગવર્નર

જોશ શાપિરોએ શનિવારે થયેલા ગોળીબારમાં પેન્સિલ્વેનિયા અને અમેરિકા માટે ચોંકાવનારી ઘટના દર્શાવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરનાર શૂટરની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રુક્સ તરીકે થઈ હતી. સિક્રેટ સર્વિસના સ્નાઈપરે તેને ઘટનાસ્થળે જ ઢાળી દીધો હતો. જો કે, શૂટરે કેમ ગોળીબાર કર્યો તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

સિક્રેટ સર્વિસ શું છે: કોની પાસે હતી ટ્રમ્પની સુરક્ષાની જવાબદારી, લોકો કેમ કરી રહ્યાં છે વિરોધ

કોરીની દિકરીએ પિતા માટે ભાવુક પોસ્ટ લખી

કોરી કોમ્પેરેટોરેની દિકરીએ પોતાના પિતા માટે એક ભાવુક ફેસબુક પોસ્ટ લખી છે. જેમાં તેણે લખ્યું છે કે, તે એક દિકરીના સૌથી સારા પિતા હતા. મીડિયા તમને તે નહીં જણાવે કે, તેઓ વાસ્તવિક જીવનના સુપર હીરોની જેમ મર્યા છે. તેઓ અમને ગોળીથી બચાવવા એક ઢાલની જેમ અમને કવર કર્યા હતા. 

  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments