back to top
Homeભારતસુપ્રીમકોર્ટમાં નવા 2 જજની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, મણિપુરથી પહેલીવાર કોઈ વ્યક્તિ જજ...

સુપ્રીમકોર્ટમાં નવા 2 જજની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, મણિપુરથી પહેલીવાર કોઈ વ્યક્તિ જજ બન્યાં

Image : IANS

Supreme Court Gets 2 New Judges: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)એ સુપ્રીમકોર્ટમાં બે નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એન.કોટિશ્વર સિંહ અને જસ્ટિસ આર.મહાદેવનની સુપ્રીમકોર્ટમાં નિમણૂકને મંજૂરી મળી ગઈ છે. આ નિમણૂક બાદ જસ્ટિસ સિંહ મણિપુરથી સુપ્રીમકોર્ટના જજ બનનાર પ્રથમ વ્યક્તિ હશે. 

કોલેજિયમે કરી હતી ભલામણ 

ખરેખર સુપ્રીમકોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ (High Court)ના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.કોટિશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર. મહાદેવનને સુપ્રીમ કોર્ટના જજન બનાવવાની ભલામણ કરી હતી.

સુપ્રીમકોર્ટમાં જજના કુલ 34 પદ મંજૂર 

ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની કોલેજિયમે 11 જુલાઈએ બંનેના નામની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સહિત 34 જજના પદને મંજૂરી મળી હતી. સુપ્રીમકોર્ટમાં હાલમાં 32 જજ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments