back to top
Homeપ્રાઈમ ન્યૂઝ'રાજકીય પક્ષોના કારણે જ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસ્યાં', જમ્મુ-કાશ્મીર DGPના આરોપથી ખળભળાટ

‘રાજકીય પક્ષોના કારણે જ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસ્યાં’, જમ્મુ-કાશ્મીર DGPના આરોપથી ખળભળાટ

Jammu Kashmir DGP On Terrorist: જમ્મુ-કાશ્મીરના GDP આરઆર સ્વેને સોમવારે ઘાટીની પ્રાદેશિક પાર્ટીઓ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ પાર્ટીઓના કારણે જ પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, મુખ્યધારાની રાજકીય પાર્ટીઓએ આતંકી નેતાઓને તૈયાર કર્યા જેથી તેઓ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે, અહીં પાર્ટીઓએ વોટ મેળવવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. એક ન્યૂઝ એજન્સીએ DGPનો હવાલો આપતા જણાવ્યું કે, ઘાટીમાં કહેવાતા મુખ્યધારા અથવા પ્રાદેશિક રાજકારણના કારણે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યું છે. એ દર્શાવવા માટે પર્યાપ્ત પુરાવા છે કે, ઘણા લોકોએ સસલાં સાથે દોડવાની અને ભેડિયા સાથે શિકાર કરવાની કલા શીખી લીધી હતી, જેના કારણે સામાન્ય માણસ અને સુરક્ષા દળ બંને જ ડરી ગયા હતા અને મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. હવે DGPના આ આરોપથી ખળભળાટ મચી ગયો છે. 

વાતચીત દરમિયાન સ્વેને આરોપ લગાવ્યો કે, સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓના ઘરે જવું અને સાર્વજનિક રીતે તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી આ લોકો માટે સામાન્ય બાબત છે. તેમણે કહ્યું કે, આતંકવાદમાં નવા લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી અને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા પરંતુ ભરતીમાં મદદ કરનારા અને નાણાંકીય વ્યવસ્થા કરનારાની ક્યારેય તપાસ કરવામાં ન આવી. એસપી રેંકના અધિકારીઓની આતંકવાદીઓ સાથે ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા, જોકે, તેમણે કોઈ ગુનો નહોતો કર્યો.

#WATCH | Jammu: J&K DGP RR Swain says, “… Pakistan successfully infiltrated all important aspects of civil society, thanks to so-called mainstream or regional politics in the valley. There is ample evidence to show that many had owned the art of running with the hare and… pic.twitter.com/ax7gJ5cw7j

— ANI (@ANI) July 15, 2024

DGPએ 2014માં ત્રાલમાં એક કૂંવામાં ડૂબી જતા બે છોકરીઓના મોતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 2014માં બં છોકરીઓના ડૂબી જવાથી થઈ ગયેલા મૃત્યુને આતંકવાદીઓ દ્વારા અપહરણનું નામ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઘાટીમાં હડતાળ અને રમખાણ પણ થયા. જોકે, CBI તપાસ અને એઈમ્સ ફોરેન્સિકમાં એ સ્પષ્ટ થઈ ગયું કે, આ માત્ર એક એક્સિડન્ટ હતું. 

DGPની આ ટિપ્પણી ભારતીય સેના દ્વારા જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં LOC પાર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા બાદ આવી છે. જમ્મુ અને કાશ્મીરના ટોચના પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘાટીમાં ઘણા આતંકવાદીઓ નથી પરંતુ આ જરૂરી વાત નથી કારણ કે આ લોકો કોઈના પ્રત્યે જવાબદાર નથી. જો કોઈ બેજવાબદાર વ્યક્તિને પણ અહીં અંધાધૂંધ હત્યા કરવા માટે મોકલવામાં આવે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય હિંસા ફેલાવવાનો છે તો તે અમારા માટે એક મોટો પડકાર છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments