Image : IANS
Bihar News: બિહારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બિહાર સરકારના પૂર્વ મંત્રીના પિતાની હત્યા કરી દેવામાં આવી છે. હાલ આ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
Bihar: VIP party chief Mukesh Sahani’s father killed in Darbhanga
Read @ANI Story | https://t.co/wjNgI3FxEe#Bihar #Darbhanga pic.twitter.com/SQe4rX2cR1
— ANI Digital (@ani_digital) July 16, 2024
હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
બિહારના દરભંગા (Darbhanga)માં વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ના વડા તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી મુકેશ સાહની (Mukesh Sahni)ના પિતા જીતન સાહની (Jitan Sahni)ની ઘાતકી હત્યા કરવામાં આવી છે. દરભંગાના SSPએ આ હત્યાની પુષ્ટિ કરી છે. સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે, જો કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
મુકેશ સાહની પાર્ટી મહાગઠબંધનમાં સામેલ થઈ હતી
ઉલ્લેખનીય છે કે મુકેશ સાહની VIP પાર્ટી ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં સામેલ થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડીલ મૂળ તો મુકેશ સાહની અને RJD વચ્ચે થઈ હતી. ચૂંટણી પહેલા મુકેશ સાહની અને તેજસ્વી યાદવનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બંને હેલિકોપ્ટરમાં માછલી ખાતા હતા. નવરાત્રિ દરમિયાન વીડિયો શેર કરવાને કારણે ભારે હોબાળો મચી ગયો હતો.
આ પણ વાંચો :
આતંકીઓનો પીછો કરનારા 4 બહાદૂર જવાન શહીદ