Asha Parekh On Shammi Kapoor: આશા પારેખ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીથી એક છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં 80થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આશા પારેખ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ અંગે વધુ ચર્ચામાં રહી છે. આશા પારેખ અને શમ્મી કપૂરના સબંધો પર અનેક વખત અફવાએ વેગ પકડ્યો હતો. હવે અભિનેત્રીએ આ અફવાઓ પર મૌન તોડ્યું છે. આશા પારેખ તાજેતરમાં જ અરબાઝ ખાનના શો માં ગઈ હતી. ત્યાં તેણે શમ્મી કપૂર સાથે પોતાના લગ્નની અફવાઓ પર મૌન તોડ્યું અને આ સાથે જે તેણે શત્રુઘ્ન સિન્હા સાથે મતભેદ પર પણ પ્રતિક્રિયા આપી.
અરબાઝ ખાન શો ધ ઈનવિઝિબલ્સ સીરિઝને હોસ્ટ કરે છે. આ શો ની બીજી સિઝન આવી છે. શો નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ શો માં અભિનેત્રીએ પોતાના જીવન અંગે ઘણા ખુલાસા કર્યા અને સાથે જ તેની ઈમોશનલ સાઈડ પણ ચાહકોને જોવા મળી.
શમ્મી કપૂર સાથેના સંબંધો પર આપ્યો જવાબ
શો ના પ્રોમોમાં આશા પારેખ એ સમયને યાદ કરતી નજર આવી રહી છે જ્યારે અભિનેત્રીઓ આલ્કોહોલ એન્જોય કરતી હતી. આશા પારેખે જણાવ્યું કે, એક વખત મારી આંખ એટલી લાલ થઈ ગઈ હતી કે મેં બીજા દિવસે શૂટિંગ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જ્યારે તેને શમ્મી કપૂર સાથે તેમના લગ્નની અફવા પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કટાક્ષમાં કહ્યું કે, ‘હા અમે પરણેલા હતા’.
શત્રુઘ્ન સિન્હા સાથે આવા હતા સબંધો
આશા પારેખે શત્રુઘ્ન સિન્હા સાથે મતભેદ પર પણ વાત કરી. તેણે કહ્યું કે, તે એવું હતું કે, ચાલો હું જેવું ઈચ્છું છું તેવું જ કરીએ અને પછી તેમણે પ્રેસમાં કેટલાક નિવેદનો આપ્યા જે તેમના માટે ખૂબ અપમાનજનક હતા, મારા માટે નહીં.
આશા પારેખના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે માં થી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં દિલ દેકે દેખો થી લીડ તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે પ્યાર કિસી સે હોતા હે, ભરોસા, જિદ્દી, મેરે સનમ, તીસરી મંજિલ જેવી અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.
આ પણ વાંચો :
ભગવાન શ્રીકૃષ્ણ પર બની રહી છે વેબ સીરિઝ, ‘રામાયણ’ સાથે છે ખાસ કનેક્શન
આ બોલિવૂડ અભિનેત્રી છે ગૂગલમાં હેડ પોઝિશન પર, કરિયર ફ્લોપ જતાં છોડી હતી ઇન્ડસ્ટ્રી