Kat Torres: બ્રાઝિલિયન મોડલ અને વેલનેસ ઈન્ફ્લુએન્સર કેટ ટોરેસ તેની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને હોલિવૂડ સ્ટાર લિયોનાર્ડો ડી કેપ્રિયો જેવા સેલિબ્રિટિઝ સાથે સંબંધોને કારણે જાણીતી છે. તેને માનવ તસ્કરીના આરોપસર આઠ વર્ષની સજા ફટકારવામાં આવી છે. 2022માં બે બ્રાઝિલિયન યુવતીઓ ગુમ થયા બાદ એફ.બી.આઈ.એ તેની સામે તપાસ શરૂ કરી હતી. જેમાં, ટોરેસે તેના ફોલોવર્સને ગુલામ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર પીડિતોને આકર્ષિત કરતી
કેટ ટોરેસે સોશિયલ મીડિયા સાઈટ પર દમદાર પ્રોફાઈલથી પીડિતોને આકર્ષિત કરતી હતી. જે બાદ તેમનું જાતીય, નાણાકીય અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. પીડિત એનાએ જણાવ્યું કે, ‘ટોરેસની ગરીબમાંથી અમીર થવાની કહાણી કે જેમાં, બ્રાઝિલના રસ્તાઓ પર જીવનની શરૂઆતથી લઈને હોલિવુડ સેલેબ્સ સાથે પાર્ટીઝથી હું પ્રભાવિત થઈ હતી.’
મહિલાઓ પાસે સ્ટ્રીપ કલબમાં કામ કરાવવા દબાણ કર્યું
પીડિતાએ જણાવ્યું કે, ટોરેસે તેને ઘરકામ માટે રાખી હતી. આ દરમિયાન તેને 2000 ડોલરનો પગાર ચૂકવવાનું નક્કી થયું હતું. પરંતુ, ટોરેસ તે ચૂકવતી નહતી અને ગુલામની જેમ વર્તન કરીને ત્રાસ ગુજારતી હતી. પીડિતા કામ છોડીને જતા રહેતા તેણે અન્ય બે મહિલાઓને રાખી હતી. આ મહિલાઓને તેણે નજીકના સ્ટ્રીપ કલબમાં કામ કરાવ્યું હતું.
આધ્યાત્મિક શક્તિઓ હોવાનો દાવો
એક સમયે હોલિવુડના ટોચના સ્ટાર લિયોનાર્ડો ડી કેપ્રીઓની કથિત ગર્લફ્રેન્ડ રહેલી ટોરેસ પોતાની પાસે આધ્યાત્મિક શક્તિઓ હોવાનો દાવો કરતી હતી. ટોરેસ સાથે ન્યૂયોર્કમાં ફ્લેટમાં રહેનારે જણાવ્યું કે, તેના હોલિવુડના મિત્રોએ તેને આયહુઆસ્કા નામના ડ્રગ્સનો ચસ્કો લગાડ્યો હતો. જે બાદ તે પોતાનો પ્રચાર લાઈફ કોચ અને હિપ્રોટિસ્ટ તરીકે કરવા લાગી હતી.
આ પણ વાંચો: અનંત-રાધિકાના લગ્ન બાદ મંદિરમાં સેવા કરવા પહોંચી ઈન્ટરનેશનલ ટીવી સ્ટાર, વાયરલ થઈ તસવીરો