Kim Kardashian at Iscon Temple: કિમ કાર્દાશિયન તેની બહેન ક્લોઇ કાર્દાશિયન સાથે તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવી હતી. જેની ઘણી તસ્વીરો અને વીડિયો વાયરલ થયા હતા.
કિમએ ઈસ્કોન મંદિર કર્યા દર્શન
કિમે કયારેક ઓટો રાઈડ લેતી દેખાઈ તો ઐશ્વર્યા રાય સાથે પોઝ પણ આપ્યો. જયારે હવે કિમ અને તેની બહેન ક્લોઇની મુંબઈના ઇસ્કોન મંદિરની મુલાકાતની તસ્વીરો પણ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન લાઈફ કોચ જય શેટ્ટી પણ મંદિરમાં તેમની સાથે રહ્યા હતા. અમેરિકન સેલિબ્રિટી કિમએ મંદિરમાં દર્શનની સાથે બાળકોને ભોજન પણ પીરસ્યું હતું.
કિમ કાર્દાશિયને ભારત માટે કહી આ વાત
કિમ કાર્દાશિયન બે દિવસ ભારતમાં હતી. આ પ્રવાસ દરમિયાન તેણે અનંત અંબાણીના લગ્ન અને આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી. ઐશ્વર્યા રાય સાથે ફોટો શેર કરતા કિમે લખ્યું- ‘ક્વીન’ આ પહેલા રણવીર સિંહ અને મહેશ બાબુની દીકરી સિતારા સાથે પોઝ આપતો ફોટો પણ વાયરલ થયો હતો.
કિમે અનંત રાધિકાના લગ્નમાં રેડ ડ્રેસમાં અમુક ફોટો શેર કર્યા હતા. તેમજ કિમે ઈશા અંબાની સાથે પણ પોઝ આપ્યો હતો. આ તસવીરો શેર કરતી વખતે કિમે ભારત પર પ્રેમ વરસાવતા કેપ્શનમાં લખ્યું હતું, ‘ઇન્ડિયા હેઝ માય હાર્ટ’.
એશ્વર્યા સાથે પણ પોઝ આપ્યો હતો
કિમ કાર્દાશિયન બે દિવસ ભારત રોકાઈ હતી. જેમાં તેણે અનંત અંબાણીના લગ્ન અને આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહ દરમિયાન કિમે એશ્વર્યા સાથે પણ પોઝ આપ્યો હતો. આ પહેલા રણવીર સિંહ અને મહેશ બાબુની દીકરી સિતારા સાથે પોઝ આપતો ફોટો પણ વાયરલ થયો હતો.