Image: Facebook
Hardik Pandya New T20i Captain Team India: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 27 જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી ત્રણે મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરિઝમાં ભારતની કેપ્ટનશિપ કરશે. ભારતની ટી20 વર્લ્ડ કપ જીતના હીરોમાંથી એક પંડ્યાએ વ્યક્તિગત કારણસર ઓગસ્ટમાં થનારી ત્રણેય મેચની વન-ડે સીરિઝથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યા રોહિત શર્માના નેતૃત્વમાં ભારતના ટી20 વાઈસ-કેપ્ટન હતાં. તે સંપૂર્ણરીતે ફિટ છે અને ત્રણેય મેચની ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે ઉપલબ્ધ છે અને ટીમની અધ્યક્ષતા કરશે.
રોહિત શર્માએ વર્લ્ડ કપના અંતમાં ટી20 ઈન્ટરનેશનલ મેચથી સંન્યાસ લઈ લીધો હતો. દરમિયાન એ સવાલ હતો કે ટીમની કમાન આ ફોર્મેટમાં કોણ સંભાળશે. શ્રીલંકાની સામે ટી20 ઈન્ટરનેશનલ મેચ 27થી 30 જુલાઈ સુધી પલ્લેકેલમાં રમાશે. તે બાદ કોલંબોમાં 2થી 7 ઓગસ્ટ સુધી વન-ડે મેચ રમાશે.
આ સીરિઝ માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં થશે. જોકે, હજુ પણ એ સ્પષ્ટ નથી કે પંડ્યાના સ્થાને વાઈસ કેપ્ટન કોણ હશે પરંતુ તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામે 4-1થી સીરિઝ જીતનારી ભારતની કેપ્ટનશિપ કરનાર શુભમન ગિલ અને ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ટીમની અધ્યક્ષતા કરનાર સૂર્યકુમાર યાદવની વચ્ચે તેને લઈને ટક્કર છે.
વન-ડે સીરિઝ માટે પંડ્યાએ બ્રેક માગ્યો
વન-ડેને લઈને BCCI અધિકારીએ પુષ્ટિ કરી કે પંડ્યાએ રજા માગી છે અને તેમણે નિયમિત કેપ્ટન રોહિત શર્માને પણ આ વિશે જણાવી દીધું છે, જે આ સીરિઝથી બ્રેક લઈ રહ્યો છે. અધિકારીએ કહ્યું કે, વન-ડેમાંથી બ્રેક ખૂબ જ અંગત કારણોસર લીધો છે. જેવું કે મીડિયામાં જણાવાઈ રહ્યું છે કે હાર્દિકને ફિટનેસ સંબંધિત કોઈ સમસ્યા નથી.
વન-ડેમાં કેએલ રાહુલ કેપ્ટનશિપનો દાવેદાર
વન-ડે માટે કેએલ રાહુલ, જેણે સાઉથ આફ્રિકામાં ગત વન-ડે સીરિઝમાં કેપ્ટનશિપ કરી હતી. તે શુભમન ગિલની સાથે કેપ્ટનશિપનો દાવેદાર જણાવાઈ રહ્યો છે. આ દરમિયાન ટીમ સિલેક્શન કેવું હશે, એ જોવાનું મહત્વનું હશે.
BCCI સચિવ જય શાહે સ્પષ્ટ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમવા પર તમામ સ્ટાર ક્રિકેટરોને પણ ઘરેલૂ ક્રિકેટ રમવી પડશે. રોહિત, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને છૂટ આપવામાં આવી છે. બીસીસીઆઈ ઈચ્છે છે કે અન્ય તમામ ટેસ્ટ વિશેષજ્ઞ ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની એક મેચ રમે. જે બાદ ટીમને બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડથી ટેસ્ટ સીરિઝ રમવાની છે.
ભારત-શ્રીલંકાનો શેડ્યૂલ
27 જુલાઈ- પહેલી ટી20, પલ્લેકેલ
28 જુલાઈ- બીજી ટી20, પલ્લેકેલ
30 જુલાઈ- ત્રીજી ટી20, પલ્લેકેલ
2 ઓગસ્ટ- પહેલી વન-ડે, કોલંબો
4 ઓગસ્ટ- બીજી વન-ડે, કોલંબો
7 ઓગસ્ટ- ત્રીજી વન-ડે, કોલંબો