back to top
Homeમનોરંજનવિક્કી કૌશલની Bad Newz પર સેન્સર બોર્ડની કાતર ફરી, 3 સીન બદલાયા

વિક્કી કૌશલની Bad Newz પર સેન્સર બોર્ડની કાતર ફરી, 3 સીન બદલાયા

Bad Newz: આ સપ્તાહે રીલિઝ થનાર Bad Newz પર અંતિમ ક્ષણોમાં સેન્સેર બોર્ડની કાતર ફરી વળી છે. 19 જુલાઈએ ‘બેડ ન્યૂઝ’ રીલિઝ થવાની તૈયારીમાં છે. CBFCએ કહ્યું છે કે આ ફિલ્મના અમુક સીનમાં કટ હશે. ફિલ્મમાં કોઈ ઓડિયો કટ કરવામાં આવ્યો નથી પરંતુ 27 સેકન્ડના ત્રણ અલગ-અલગ સીન બદલવા માટે કહેવામાં આવ્યું છે.

ફિલ્મનું ગીત ‘તૌબા તૌબા’ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને ખાસ કરીને તેમાં વિક્કી કૌશલના સ્ટેપ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. આ સિવાયના અન્ય બે સોંગ ‘જાનમ’ અને ‘મેરે મહેબૂબ મેરે સનમ’ ગીતો પણ ટ્રેન્ડિંગમાં છે. સીબીએફસી કમિટી દ્વારા સેન્સર કરેલા ત્રણેય સીન કિસિંગ સીન છે. આ ત્રણ લિપલોક સીન્સમાં 9 સેકન્ડનો એક, 10 સેકન્ડનો બીજો અને 8 સેકન્ડનો ત્રીજો સીન છે આમ કુલ 27 સેકન્ડ કટઆઉટ થઈ છે. આ સિવાય અન્ય એક પણ ફ્રેમ કાપવામાં આવી નથી.

આ ઉપરાંત અગાઉ ઘણા નાના ફેરફારો કરવામાં આવ્યા હતા, જેમ કે ફિલ્મની શરૂઆતમાં ડિસ્ક્લેમર બદલવું, એન્ટી-આલ્કોહોલ સ્ટેટિક ઉમેરવું અને ફોન્ટની સાઇઝ વધારવી. આ બધા ફેરફારો પછી CBFC દ્વારા ‘Bad Newz’ને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. સેન્સર સર્ટિફિકેટમાં દર્શાવ્યા મુજબ ફિલ્મનો સમયગાળો 142 મિનિટનો છે એટલે કે ‘બેડ ન્યૂઝ’ 2 કલાક 22 મિનિટની છે.

Bad Newz મૂવી :

બેડ ન્યૂઝમાં વિક્કી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે નેહા ધૂપિયા સાઈડ રોલમાં જોવા મળશે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. ફિલ્મની રીલિઝ પહેલા સોંગ, સ્ટોરી, ડાન્સને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે હવે જોવાનું એ રહેશે કે તેને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળે છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલું સારું પ્રદર્શન કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments