back to top
Homeદુનિયાશું ટ્રમ્પ પર ગોળીબાર કરનાર 20 વર્ષનો મેથ્યુ કુકસ રિપબ્લીકન પાર્ટીનો...

શું ટ્રમ્પ પર ગોળીબાર કરનાર 20 વર્ષનો મેથ્યુ કુકસ રિપબ્લીકન પાર્ટીનો મતદાર હતો ?

16 જૂલાઇ,2024,મંગળવાર

 પેનિસિલવેનિયાના પિટસબર્ગના બેથલપાર્કમાં થોમલ મેથ્યુ ક્રુકસને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવવા માટે જવાબદાર ઠરાવવામાં આવ્યો છે. તપાસ એજ્ન્સીઓના ધ્યાનમાં આવ્યું છે કે થોમસ કુકસે ટ્રમ્પ પર સેમી ઓટોમેટિક એ આર-૧૫ રાયફલથી ગોળી ચલાવી હતી. એ સમયે ટ્રમ્પ પેનિસિલેવેનિયાના બટલરમાં ભીડને સંબોધિત કરી રહયા હતા. ગોળીબારથી સભામાં આવેલી એક વ્યકિતનું મોત થયું જયારે અન્ય બે ઘાયલ થયા હતા. 

સ્નાઇપરે થોમસ કુકસને ઠાર માર્યો હતો પરંતુ કોઇ પણ પ્રકારની ઓળખ થઇ શકી ન હતી. તેની પાસે કોઇ પણ પ્રકારનું ઓળખકાર્ડ ન હતું આથી ડીએનએ અને ફેશિયલ રિકૉગ્નિશન ટેકનિકની મદદથી તપાસ કરવામાં આવી હતી. કુકસ,પેંસિલ્વેનિયાના બેથેલ પાર્કમાં રહે છે. આ કસ્બો ટ્રમ્પ પર ગોળીબારીના ઘટના સ્થળથી ૭૦ કિલોમીટર દૂર છે. ક્રુકસે બેથલપાર્ક હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ક્રુકસ ગણિત અને વિજ્ઞાાન વિષયમાં પાવરધો હતો. ગણિત -વિજ્ઞાનમાં સારા માર્કસ લાવવા બદલ ૫૦૦ ડોલરનું ઇનામ પણ મળ્યું હતું. 

બીબીસીના અહેવાલ મુજબ  થોમસ કુકસ પોતાના ઘરથી થોડે દૂર આવેલા એક સ્થાનિક નર્સિગહોમના કિચેનમાં પણ કામ કરતા હતા. અમેરિકી મીડિયાના જણાવ્યા અનુસાર મતદારયાદીનો રેકોર્ડ તપાસતા કુકસ રિપબ્લીકન પાર્ટીનો જ એક રજીસ્ટર્ડ મતદાતા છે. ૨૦૨૧માં કુકસે એક ઉદારમતવાદી અભિયાન સંગઠન એક્ટબ્લૂને ૧૫ ડોલરનું દાન પણ આપ્યું હતું.

કુકસે એક વર્ષથી બેથેલ પાર્કમાએક શુટિંગ કલબ કલેયર્ટનમાં સ્પોર્ટસમેન કલબનું સભ્યપદ પણ લીધું હતું. એસોસિયેડ પ્રેસના એક રિપોર્ટ મુજબ ટ્રમ્પ પર ગોલી ચલાવવા માટે જે રાયફલનો ઉપયોગ કર્યો હતો તે રાયફલ પિતા વો કુકસે ૬ મહિના પહેલા ખરીદી હતી. ગોલી ચલાવતા સમયે કુકસે ડિમૉલિશન રેંચ નામની એક યુ ટયૂબ ચેનલની ટી શર્ટ પહેરી હતી. આ ચેનલના બંદૂકના વીડિયો માટે જાણીતી છે. આ વીડિયોમાં જુદા જુદા પ્રકારની બંદૂકો અને તેની અંદરના વિસ્ફોટક ઉપકરણો અંગે માહિતી આપવામાં આવી છે. 

ક્રુકસે ટ્રમ્પ પર શા માટે ગોળી ચલાવી અને તેનો મકસદ શું હતો તે અંગે જાણકારી મળી નથી.  આ ઘટના માટે તેને અગાઉથી ખૂબ તૈયારીઓ કરી હશે. આ કાર્યમાં બીજા પણ સંકળાયેલા છે કે માત્ર મેથ્યુ કુકસ જ સંકળાયેલો છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. સીએનએન સાથે વાત કરતા કુકસના પિતા વો કુકસે જણાવ્યું હતું કે આ કેવી રીતે થયું એ હું સમજવાની કોશિષ કરી રહયો છે. થોમસ કુક સાથે જ રહેતો હતો. કુકસ સ્કૂલમાં બધાથી સાવ જ દૂર રહેતો હતો. તે ઘણી વાર ભ્રમિત કરી દે તેવું વિરોધાભાસી વ્યકિતત્વ ધરાવતો હતો. 

કયારેક તે સ્કૂલમાં શિકાર દરમિયાન પહેરવામાં આવતો પોષાક પહેરીને આવતો હતો.  તેની સાથે અભ્યાસ કરતી એક વિધાર્થીનીના જણાવ્યા અનુસાર ટેસ્ટમાં તેને સારા માર્કસ આવતા હતા અને ખાસ કરીને ઇતિહાસમાં તેની ખૂબ રુચિ હતી. મૃતકનું નામ જોશ શેપિરો છે જે ફાયર બ્રિગેડની ટીમના વોલેન્ટિયર પ્રમુખ હતા. પોતાના પરિવારને બચાવવા માટે તેમના પર કુદી પડયા હતા.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments