– મૂળ ભૂજના 23 વર્ષના ફેબ્રિકેશનના વ્યવસાયી ભાવિક પટેલે ગ્રીન વિલા હોટલના રૃમમાં ફાંસો
ખાધો : સવારે ઓફિસ નહી પહોંચતા તપાસ કરી હતી
સુરત,:
સુરતના
જહાંગીરપુરામાં રહેતા મૂળ ભૂજના યુવાન વેપારીએ આજે સવારે સિટી લાઇટની હોટલમાં ફાંસો
ખાઇને જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઇ હતી. સવારે ઓફિસ નહી પહોંચતા પરિવાર અને મિત્રોએ
શોધખોળ કરતા હોટલમાં મૃત મળી આવતા પરિવાર આઘાતમાં સરી પડયો હતો.
સિવિલ અને
પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ જહાંગીરપુરામાં શીશુકુંજ વિધાલય પાસે જય જલારામ નગર સોસાયટીમાં
રહેતો ૨૩ વર્ષીય ભાવિક મોહનભાઇ પટેલ આજે મંગળવારે બપોરે સિટી લાઇટ રાડે અશોક પાન હાઉસ
પાસે ભગવતી આશિષ એપાર્ટમેન્ટમાં આવેલી ગ્રીન વિલા હોટલમાં રૃમમાં કોઇ કારણસર પંખા સાથે
દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. આ અંગે તેના પરિચિત અને હોટલના સ્ટાફને જાણ થતા
ત્યાં પહોચીને રૃમનો દરવાજો ખોલીને અંદર જઇ તેને નીચે ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં
લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે
કહ્યુ કે, ભાવિક
મુળ ભુજનો વતની હતો. અડાજણના એલ.પી સવાણી રોડ પર ફેબ્રીકેશન અને લાકડાના ધંધા સાથે
સંકળાયોલો હતો. જોકે તે આજે સવારે ઓફિસે પહોચ્યો ન હતો. જેથી તેના પરિવાર અને
મિત્રોએ તેની શોધખોળ કરતા તે હોલટના રૃમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તે
બે બહેનનો એકનો એક લાડકવાયો ભાઇ હતો. તેના મોતના લીધે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ
હતી.