image : Represtative
Heavy Rain Forecast: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મંગળવારે (16 જુલાઈ) મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તરના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થયો હતો. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે (17 જુલાઈ) ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે તેમજ 18 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : વરસાદની આગાહી વચ્ચે: કચ્છના મુંદરામાં અઢી, અબડાસા-માંડવી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદી સંભાવના
આ ઉપરાંત 18 અને 19 જુલાઈએ કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 18મીથી 20મી જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં, 17મી જુલાઈએ કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ રાજસ્થાનમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે. રાજ્યના કોટા અને ઉદયપુર વિભાગમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અને ચેતવણી અનુસાર, ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે અને આજે (16મી જુલાઈ) 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
કર્ણાટકમાં 4નાં મોત, બે ગેસ ટેન્કર નદીમાં વહી ગયા
કર્ણાટકમાં અવિરત વરસાદ ચાલુ છે. રાજ્યના ઉત્તરા કન્નડ જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું, જેના પરિણામે 4 લોકોના મોત થયા હતા. ઉત્તર કન્નડ જિલ્લાના શિરુર ગામ પાસે નેશનલ હાઈવે 66 પર ભૂસ્ખલન થતા 7 લોકો તેની ઝપેટમાં આવી ગયા. તેમાં એક જ પરિવારના ચાર સભ્યોનો પણ સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર મૃતદેહને બહાર કાઢ્યા છે. અન્ય લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.