Image: Facebook
IPS Anu Beniwal: મહારાષ્ટ્ર કેડરની ટ્રેઈની IPS ઓફિસર પૂજા ખેડકર છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. પૂજા પર આરોપ છે કે તેણે અનામતનું બનાવટી સર્ટિફિકેટ બતાવીને UPSCમાં રેન્ક પ્રાપ્ત કર્યાં. પૂજાનું નામ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સવાલોનો વરસાદ થઈ ગયો છે. ઘણા લોકોનું કહેવું છે કે પૂજાની જેમ કેટલા લોકોએ બનાવટી ડોક્યુમેન્ટની મદદથી લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું હશે. આવો જ એક આરોપ IPS અનુ બેનીવાલ પર પણ લાગી રહ્યો છે.
EWS કોટાથી IPS બનેલી અનુ બેનીવાલ
મધ્ય પ્રદેશ કેડરની IPS અધિકારી અનુ બેનીવાલે EWS કોટાથી 2021માં સફળતા પ્રાપ્ત કરી હતી. જોકે પૂજા ખેડકર પર આરોપ લાગ્યા બાદ અનુ બેનીવાલની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ વાયરલ થવા લાગી છે. આ પોસ્ટમાં અનુએ UPSC લિસ્ટમાં પોતાના નામની તસવીર શેર કરી છે. આ તસવીરની તુલના 2021માં પરીક્ષા આપનાર અન્ય ઉમેદવાર સાથે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે અનુ બેનીવાલના પિતા પણ એક IPS અધિકારી છે. તેમ છતાં તેમણે EWS કોટાનો ઉપયોગ કર્યો છે.
અનુના પિતા પણ IPS છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં અનુ બેનીવાલ પોલીસની વર્દીમાં નજર આવી રહી છે. અનુ 1989 બેચની લિસ્ટમાં લાગેલા સંજય બેનીવાલના નામની તરફ ઈશારો કરી રહી છે. અનુની આ તસવીર જોયા બાદ ઘણા લોકોએ દાવો કર્યો છે કે સંજય બેનીવાલ કોઈ અન્ય નહીં પરંતુ અનુના પિતા છે. પિતાના IPS હોવા છતાં અનુએ EWS કોટાની મદદથી રેન્ક પ્રાપ્ત કર્યાં છે.
સ્કુલ નથી ગયા અનુના પિતા
દિલ્હી સાથે સંબંધ ધરાવનાર અનુ બેનીવાલ UPSC 2021 બેચની IPS અધિકારી છે. મધ્ય પ્રદેશ કેડર અંતર્ગત અનુની પોસ્ટિંગ ગ્વાલિયર જિલ્લામાં છે. અનુએ સોશિયલ મીડિયા પર પોતાના માતા-પિતાની સાથે પણ તસવીરો શેર કરી છે. આ પોસ્ટમાં અનુએ લખ્યું કે મને મારા મમ્મી-પપ્પા પર ગર્વ છે. તેઓ પોતે સ્કુલ નથી ગયાં પરંતુ તેમણે મારું સ્વપ્ન પૂરું કરવામાં કોઈ કસર છોડી નહીં. તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ. તેમ છતાં મારી ખુશી માટે તેઓ હંમેશા હસતાં રહ્યાં.
અનુએ હકીકત જણાવી
અનુ બેનીવાલની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ જાય છે કે જો તેમના પિતાનું સ્કુલનું શિક્ષણ જ પૂરું થયું નથી તો તેઓ IPS અધિકારી કેવી રીતે હોઈ શકે છે. અનુ બેનીવાલે પોતે આ મામલે સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છેકે મારા પિતાનું નામ પણ સંજય બેનીવાલ છે પરંતુ તેઓ IPS અધિકારી નથી. તેઓ છેલ્લા ઘણાં સમયથી હૃદયની બિમારી અને સાંભળવાની શક્તિથી પીડિત છે. અનુ બેનીવાલના જણાવ્યા અનુસાર પિતાએ ઘણાં વર્ષો પહેલા એક ફેક્ટરી શરૂ કરી હતી પરંતુ પિતાની બિમારીના કારણે ફેક્ટરીની સારસંભાળ અનુના કાકા કરે છે. તેમના પરિવાર પાસે પોતાની પ્રોપર્ટી પણ નથી. અનુનો તેના કાકાએ ઉછેર કરીને મોટી કરી છે.
સંજય બેનીવાલ કોણ છે
ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સંજય બેનીવાલના નામનું સત્ય જણાવતાં અનુએ કહ્યું કે તેઓ અનુના તાઉજી છે. સંજય બેનીવાલ અનુના ગામ પીતમપુરા સાથે સંબંધ ધરાવે છે. અનુના જણાવ્યા અનુસાર તેમનો લોહીનો સંબંધ નથી પરંતુ અમે તેમને તાઉજી કહીને બોલાવીએ છીએ. તેમનાથી જ પ્રેરણા લઈને મે UPSCનો રસ્તો પસંદ કર્યો અને IPS બનવાનો નિર્ણય કર્યો હતો. અત્યારે તેઓ તિહાડ જેલમાં ડાયરેક્ટર જનરલ છે.