back to top
Homeભારતસુપ્રીમ કોર્ટમાં જાઓ, કેદારનાથ સમિતિનો સોનાની ચોરીના દાવા પર શંકરાચાર્યને પડકાર

સુપ્રીમ કોર્ટમાં જાઓ, કેદારનાથ સમિતિનો સોનાની ચોરીના દાવા પર શંકરાચાર્યને પડકાર

Kedarnath Dham: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં દાવો કર્યો હતો કે કેદારનાથ ધામમાંથી 228 કિલો ગાયબ થયું છે. આ દાવાને લઈને ખૂબ ચર્ચા થઈ પરંતુ હવે તેમને કેદારનાથ ધામ કમિટિએ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું કહ્યું છે. 

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજયેન્દ્ર અજયે શંકરાચાર્ય પર સનસનાટી ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે ‘સ્વામી અવિમુક્તેશ્વરાનંદને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરવાની અને આક્ષેપો કરવાની આદત છે. તેને સમાચારમાં રહેવાની આદત પડી ગઈ છે.’

જો કોઈ તથ્ય નથી તો કેદારનાથ ધામનું નામ કલંકિત કરવાની મંજૂરી નથી

અજયેન્દ્રએ વધુમાં કહ્યું હતું કે, ‘એક સંતના રૂપમાં હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું સન્માન કરું છું. પરંતુ તેઓ સવારથી સાંજ સુધી પ્રેસ કોન્ફરન્સ કરે છે. આટલુ તો એક નેતા પણ નહિ કરતા હોય. સમાચારોમાં રહેવું અને મીડિયાની હેડલાઇન્સ બનવું એ તેમની આદત છે. હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને વિનંતી કરવા માંગુ છું કે તેઓ કેદારનાથને લગતા આરોપો પર તથ્યો બહાર લાવે. આ પછી તેઓએ ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ. જો તેમને કોઈ ઓથોરીટી પર વિશ્વાસ ન હોય તો તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાવ. જો તેમની પાસે કોઈ તથ્ય નથી તો તેમને કેદારનાથ ધામનું નામ કલંકિત કરવાની મંજૂરી નથી.’

મંદિરમાં સોના બાબતેના આરોપ પર મંદિર સમિતિએ કહ્યું હતું કે, કેદારનાથ ધામમાં જે ગર્ભગૃહને સોનાની પરત લગાવવામાં આવી છે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. આ કાર્ય મુંબઈના એક દાતા દ્વારા કરવામાં આવ્યું છે. તેને મંદિર સમિતિ અને સરકાર સાથે કોઈ સંબંધ નથી. તેમણે મુંબઈના સિદ્ધિ વિનાયક, કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક મંદિરોમાં આવું કામ કર્યું છે. આવા આક્ષેપોથી દેશના તે દાતાઓની શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે છે. 

સોનું ગુમ થવાની અફવા પર કરી સ્પષ્ટતા 

અજયેન્દ્રએ પણ સોનું ગુમ થવાની અફવા અંગે વિગતવાર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરીશ કે કેદારનાથ ધામમાં જે સોનું છે તે 23 કિલો જેટલું છે. આ પહેલા મંદિરમાં 230 કિલોની ચાંદીની પ્લેટો હતી. આથી આ પછી અમુક લોકોએ અનુમાન લગાવ્યું હતું કે 230 કિલો ચાંદીની જગ્યાએ એટલું જ સોનું આવ્યું હશે અને મંદિરમાં ઓછું લગાવવામાં આવ્યું હશે. આના કારણે જ મૂંઝવણ સર્જાઈ હતી. સોનાની પરત ચડાવવામાં આવે છે. આથી 1000 કિલો તંબુ લગાવવામાં આવ્યું છે અને તેની ઉપર 23 કિલો સોનાની પરત ચડાવવામાં આવી છે. સુવર્ણ મંદિર સહિત ઘણી જગ્યાએ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમના તરફથી પણ આવા જ નિવેદનો આવતા રહ્યા છે. તેમણે કોંગ્રેસનો એજન્ડા ચલાવવાથી દૂર રહેવું જોઈએ.’

આ પણ વાંચો: VIDEO: કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ: શંકરાચાર્યએ ફરી ઉઠાવ્યો કૌભાંડનો મુદ્દો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments