image ; Freepik
Vadodara Crime : વડોદરાના અજબડી મિલ રોડ યાકુતપુરામાં બુસરા એપાર્ટમેન્ટમાં રહેતા રફીકખાન રહીમખાન પઠાણ પટ્ટી બનાવવાનો વેપાર કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાંજે 7:30 વાગે હું મારા ઘરે હતો. મારો દીકરો ઘરની નજીક આવેલ મદાર મસ્જિદમાં નમાજ પડવા માટે ગયો હતો. નમાજ પઢીને તે મારા ઘર તરફ આવતો હતો. મારો દીકરો અને તેનો મિત્ર મજાક મસ્તી કરતા હતા. તે દરમિયાન બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
મારા દીકરાને તેનો મિત્ર અગાઉ પણ પરેશાન કરતો હતો. જેથી હું તથા મારા સંબંધીઓ મારા દીકરાના મિત્રના ઘરે ગયા હતા અને વાત કરતા હતા તે દરમિયાન મોહસીન તથા સાહબાજ તથા તાહેર તથા ટીનું તથા પરિવારના અન્ય વ્યક્તિઓ અમને ગાળો બોલી લાકડી વડે અમારા પર હુમલો કર્યો હતો. મારા દીકરાને તથા અમારી સાથે આવેલા અન્ય સંબંધીઓને અને પાડોશીઓને પણ લાકડી વડે હુમલાખોરોએ ઈજા પહોંચાડી હતી.