image : Freepik
Vadodara Crime News : વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં બપોરના સમયે ચપ્પુ વડે લૂંટના બનાવને પગલે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે બે જણાને ઝડપી પાડતા બંને જણા દારૂના નશામાં ચૂર હોવાનું જણાઈ આવ્યું હતું.
લક્ષ્મીપુરા ખોડીયાર માતાના મંદિર પાસેથી ભૂપેન્દ્ર દામોદરભાઈ પાઠકે(શિવ શક્તિ સોસાયટી, આનંદવન કોમ્પલેક્ષ પાસે) ફોન કરી એક શખ્સ ચપ્પુ બતાવી તેને લૂંટી લેવાનો પ્રયાસ કરી રહ્યો હોવાથી તાત્કાલિક પોલીસ મદદની માંગણી કરી હતી.
પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ભુપેન્દ્ર પાઠક તેમજ રાજેશ વિઠ્ઠલભાઈ બારીયા (માધવ પાર્ક, લક્ષ્મીપુરા રોડ) અંદરો અંદર ઝઘડતા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન બંને જણા પીધેલા હોવાનું જણાય આવતા તેમની સામે દારૂબંધીના ભંગ બદલ ગુનો નોધી અટકાયત કરવામાં આવી હતી.