back to top
Homeગુજરાતવિવેકાનંદ કોલેજની બિલ્ડિંગ સીલ કરાતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

વિવેકાનંદ કોલેજની બિલ્ડિંગ સીલ કરાતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

Vivekanand College Seal By AMC: અમદાવાદ પૂર્વમાં રાયપુર દરવાજા સામે આવેલી વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગ કેમ્પસ વર્ષો જુનુ કેમ્પસ છે અને આ બિલ્ડીંગમાં યુજી-પીજીની ઘણી કોલેજો છે ચાલે છે ત્યારે કોલેજ બિલ્ડીંગને બીયુ,ફાયર સહિતના મુદ્દે કોર્પોરેશન દ્વારા સીલ કરવામા આવ્યુ છે.જેને પગલે હાલ વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે અને કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગ સીલ કરાતા કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે.

વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગમાં આર્ટસ,કોમર્સ, બી.એડ અને લૉ સહિતની ફેકલ્ટીમાં યુજી-પીજીની કોલેજો ચાલે છે અને પુર્વના વિદ્યાર્થીઓ માટે આ કોલેજો મહત્વની ગણવામા આવે છે ત્યારે રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ફાયર-બીયુ સહિતના મુદ્દે વિવિધ બિલ્ડીંગો-એકમોને સીલ કરવાની પ્રક્રિયામાં વિવેકાનંદ કોલેજ બિલ્ડીંગને પણ સીલ કરવામા આવ્યું છે. જેથી હાલ વિવિધ કોર્સમાં વિવિધ વર્ષમાં ભણતા સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલેજે કોર્પોરેશન પર ખોટી રીતે બિલ્ડિંગ સીલ કરી હોવાના આક્ષેપો કર્યા છે. કોલેજના પ્રિન્સિપલે કહ્યું કે, કોલેજ પાસે બીયુ પરમિશન હોવા છતાં કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગ ખોટી રીતે સીલ કરવામાં આવ્યું છે, તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે.

આખરે નીતા ચૌધરીને ATSએ લીમડીથી દબોચી લીધી, યુવરાજસિંહના સગાના ઘરે સંતાઇ હતી

વિદ્યાર્થીઓ ફૂટપાથ પર અભ્યાસ કરવા મજબૂર

છેલ્લા કેટલાક દિવસોથી કોલેજ બિલ્ડીંગની નીચે ફુટપાથ રોડ પર વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કાર્ય કરાવી તંત્રની સહાનુભૂતિ પણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ કોલેજ બિલ્ડીંગ બંધ હોવાથી પ્રવેશ સહિતની પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી હોઈ બિલડીંગની નીચેની એક દુકાનમાંથી તમામ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ બીયુ, ફાયર, સહિતના મુદ્દે કોર્પોરેશન મંજૂરી તેમજ સુવિધા ન ધરાવતા બિલ્ડિંગ સીલ કરી રહી છે.

અમદાવાદમાં આ બિલ્ડિંગ સીલ કરાઈ

નામપ્રકારવિવેકાનંદ કોલેજરાયપુર કોચિંગ ક્લાસીસઅંબિકા ટ્રેડર્સરાયપુર ફટાકડા સ્ટોરખુશ્બુ ટ્રેડર્સરાયપુર ફટાકડાની દુકાનએસએએલ હોસ્પિટલથલતેજ હોસ્પિટલનિસર્ગ આયુર્વેદિક, સેટેલાઇટહોસ્પિટલમણિબેન હોસ્પિટલ,સરસપુરહોસ્પિટલછાબરા હોસ્પિટલ,જોધપુરહોસ્પિટલપાર્થેશ હોસ્પિટલ,જોધપુરહોસ્પિટલજોયબોક્સ,ઘુમાગેમઝોનફનઝોન,ઘુમાગેમઝોનટોયજોય ટેલ્સ,જોધપુરગેમઝોનબ્લોસમ ક્લાસીસ, ચિલોડાટ્યુશન ક્લાસીસશાયોના ફાર્મ,સરદારનગરપાર્ટી પ્લોટઅવસર પાર્ટી પ્લોટ,હાંસોલપાર્ટી પ્લોટગેલેક્સી ઇન, ઇન્ડિયા કોલોનીહોટલહોટલ ભરોસા,ઈન્ડિયા કોલોનીહોટલ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments