back to top
Homeગુજરાતજામનગરમાં ફાટી નીકળેલા રોગચાળાના મુદ્દે પાલિકાની ઊંઘ ઉડાડવા કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી...

જામનગરમાં ફાટી નીકળેલા રોગચાળાના મુદ્દે પાલિકાની ઊંઘ ઉડાડવા કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી આવેદન પાઠવ્યું

Jamnagar Congress Protest : જામનગર શહેરમાં કોલેરાનો  ઉપદ્રવ વધ્યો છે ત્યારે મહાનગરપાલીકાને કુંભકરણની નિદ્રાથી જગાડવા માટે ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા પછી કમિશનરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 10 જેટલા કોલેરાના કેસો નોંધાયા છે. ઉપરાંત તાવ, ઝાડા, ઉલટીના અસંખ્ય કેસો જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલ છે અને જામનગર શહેરના તમામ વિસ્તારોમાં રોગચાળો અને કોલેરા પ્રસરી ગયેલ છે. ખાસ કરીને બેડી, નવાગામ ઘેડ, દરેડ, ખોજા નાકા વગેરે વિસ્તારમાં ભયંકર કોલેરા તથા રોગચાળો ફાટી નીકળેલ છે. અને જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સાવ કુંભકરણની નિદ્રામાં સુતેલ છે. આરોગ્ય અધિકારીએ કોઇપણ વિસ્તારની મુલાકાત લીધેલ નથી. અને આ અંગે કોઈપણ કાર્યવાહી પણ કરતા નથી. જામનગર મહાનગરપાલિકા મુખ્ય મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી છે. અને આવા આરોગ્યના અધિકારી પોતાની મન માની કરે છે. અને આવા અધિકારી ઓ શેહરી જનોના આરોગ્ય ખતરામાં મુકે છે. પરિણામે આ રોગચાળો ફાટી નીકળેલ છે. કોઈનું મૃત્યુ થાય તો તેની માટે કોણ જવાબદાર રહેશે ? 

કોર્પોરેશન શા માટે પગલા લેતું નથી ? હાલ અસંખ્ય કોલેરાના અને તાવ, ઝાડા, ઉલટીના કેસોમાં લોકો સપડાયા છે. અને જામ્યુકોના આરોગ્ય તંત્ર ધોર નિંદ્રામાં છે. મચ્છર, માખીના ઉપદ્રવ વધી ગયા છે. કોઈ સફાઈ કરવામાં આવતી નથી. દવાનો છટકાવ કરવામાં આવતો નથી.આવી ગંદકીને નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો સ્થિતિમાં સુધારો કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં રોગચાળો ફાટી નીકળશે. આથી તાત્કાલિક ધોરણે અગમચેતી રૂપે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી કમિશનરને આવેદન પાઠવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં શહેર  કોંગ્રેસ પ્રમુખ  વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments