back to top
Homeસ્પોર્ટ્સઆ કારણે હાર્દિક પંડ્યાને T20 ટીમની કમાન નહીં મળે, વિસ્ફોટક પ્લેયર પ્રબળ...

આ કારણે હાર્દિક પંડ્યાને T20 ટીમની કમાન નહીં મળે, વિસ્ફોટક પ્લેયર પ્રબળ દાવેદાર

Hardik Pandya And T20 Captaincy Issue: હાર્દિક પંડ્યા અવારનવાર પોતાના છૂટાછેડા કે ઈજાના સમાચારને લઈને ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ વર્તમાનમાં તેની કેપ્ટનશિપના કારણે સમાચારમાં છે. હાર્દિકની કેપ્ટનશીપ પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. તેની કેપ્ટનશીપ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતના આગામી T20 ટીમના કેપ્ટન તીરેકેની કમાન સોંપાઈ શકાય છે. હાર્દિક પંડ્યા T20 વર્લ્ડકપ 2024માં ટીમનો વાઈસ કેપ્ટન હતો. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે તે ટીમનો આગામી કેપ્ટન બનશે. પરંતુ હવે તે મુશ્કેલ જણાઈ રહ્યું છે. 

ભારતીય ટીમ આગામી ટુર્નામેન્ટ રમવા શ્રીલંકા જશે. જ્યાં 3 વનડે અને 3 T20 મેચની સીરીઝ યોજાવાની છે. શ્રીલંકા સામેની મેચ માટે સૂર્યકુમાર યાદવને T20 સીરીઝ માટે સૌથી યોગ્ય કેપ્ટન મનાઈ રહ્યો છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સની અફવાઓ વચ્ચે નતાશાએ પુત્ર સાથે મુંબઈ છોડ્યું, એરપોર્ટ પર દેખાઈ

હાર્દિકની ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા 

બીસીસીઆઈના સુત્રો અનુસાર, હાર્દિક જ્યારથી T20 ટીમનો વાઈસ કેપ્ટન બન્યો છે ત્યારથી તે રોહિત શર્માનો સ્વાભાવિક અનુગામી માનવામાં આવતો હતો. પરંતુ પસંદગી સમિતિ અને ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવની તરફેણ કરી રહ્યા છે. દરેક સીરીઝમાં ટીમમાં હાર્દિકની ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા રહેતી હોય છે. ગત મંગળવારે સાંજે કોચ અને પસંદગીકારે બંને ખેલાડીઓ સાથે વાત કરી હતી. હવે હાર્દિક પર છે કે તે પોતાની ઉપલબ્ધતા લઈને મેનેજમેન્ટને મનાવી શકે છે કે નહી. પસંદગી સમિતિ દ્વારા ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે

વનડે સિરીઝમાંથી હાર્દિકે પોતાનું નામ પાછું ખેંચી લીધું

એક અહેવાલ અનુસાર હાર્દિક પંડ્યાએ શ્રીલંકામાં રમાનારી વનડે સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હાર્દિકે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.

આ પણ વાંચો: શ્રીલંકાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટનને તમે આળખી નહીં શકો, કપિલ દેવ સાથેનો ફોટો થયો વાયરલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments