back to top
Homeભારતસંગઠન મોટું કે સરકાર? યુપીમાં દિગ્ગજ નેતા વધારી રહ્યા છે સસ્પેન્સ, ભાજપમાં...

સંગઠન મોટું કે સરકાર? યુપીમાં દિગ્ગજ નેતા વધારી રહ્યા છે સસ્પેન્સ, ભાજપમાં હલચલ

Image : IANS (File pic)

Keshav Prasad Maurya: ભાજપની પ્રદેશ સમિતિની બેઠક દરમિયાન ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના એક નિવેદનથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. સંગઠન સરકાર કરતાં મોટું હોવાની વાત કરતા લખનઉથી દિલ્હી સુધી બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. જોકે, દિલ્હી બોલાવ્યા પછી પણ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની વાત પર અડગ છે.

યુપીમાં છેલ્લા 3 દિવસથી રાજકીય ઉત્તેજના વધી

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા આપવામાં આવેલા નિવેદનથી છેલ્લા 3 દિવસથી રાજકીય ઉત્તેજના વધી રહી છે. કેશવ પ્રસાદ મોર્યએ ભાજપ પ્રદેશ સમિતિની બેઠક દરમિયાન કહ્યું હતું કે ‘સરકાર કરતા સંગઠન મોટું છે. કાર્યકરોનું દર્દ મારું દર્દ છે. સંગઠનથી મોટું કોઈ નથી. કાર્યકર એ ગૌરવ છે.’  આ પછી તેમને દિલ્હીનું તેડું આવ્યું હતું અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. જો કે દિલ્હી બોલાવ્યા પછી પણ કેશવ પ્રસાદ મોર્ય પોતાની વાત પર અડગ રહ્યા હતા.

આ પણ વાંચો: યુપીમાં 24 કલાકમાં થશે મોટા ફેરબદલ! લખનૌથી દિલ્હી સુધી તાબડતોબ બેઠકોનો દોર

ઉત્તર પ્રદેશ ભાજપમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી

ડેપ્યુટી સીએમે એ વાત પર ભાર મૂક્યો છે કે સરકાર કરતા પણ મોટુ સંગઠન છે. કેસવ પ્રસાદ મોર્યના કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કેશવના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે આ વખતે વીડિયો વગર જ પોસ્ટ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે સીએમ યોગી આદિત્યનાથની બેઠક પહેલા આ નિવેદન ફરી મીડિયામાં પર આવ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ઉત્તર પ્રદેશ ભાજપમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરવા માટે યોગી આદિત્યનાથ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર રહ્યા ન હતા. 

તેમના નિવેદનનો વિવિધ તર્ક કાઢવામાં આવી રહ્યા છે

જે સમયે કેશવ પ્રસાદ મૌર્યએ નિવેદન આપ્યું તે સમયે મુખ્યમંત્રી યોગી અને પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી મંચ પર હાજર હતા. તેમના નિવેદનનો વિવિધ તર્ક કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે કેશવ પ્રસાદે કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે આવું કહ્યું હતું, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે સરકારની નારાજગીને કારણે તેમણે કહીને સીધો જ યોગીને પડકાર ફેંક્યો છે. કેશવ પ્રસાદ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરી મંગળવારે (16 જુલાઈ) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા દિલ્હી પહોંચ્યા હતા. બંને વચ્ચે લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. 

આ પણ વાંચો : કર્ણાટકમાં હવે માત્ર કન્નડ લોકોને જ મળશે નોકરી

કેશવ પ્રસાદ મોર્ય અધ્યક્ષ હતા

કેશવ પ્રસાદ મૌર્ય 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અધ્યક્ષ હતા. અને ઉત્તર પ્રદેશમાં તેમના નેતૃત્વમાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. કેશવ પ્રસાદ મૌર્ય પણ સીએમની રેસમાં હતા. પરંતુ અચાનક યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અને તેમને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો હતો. કહેવાય છે કે બંને વચ્ચે અણબનાવ ત્યાંથી શરૂ થયો હતો જે અત્યાર સુધી ચાલુ છે. ત્યારપછી 2022માં ભાજપની જીત થઈ હતી પરંતુ કેશવ પોતાની બેઠક હારી ગયા હતા. હાર્યા છતાં તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments