back to top
Homeસ્પોર્ટ્સVIDEO: સ્ટાર ક્રિકેટરના ઘરમાં અડધી રાતે હુમલો, વાહનો સહિત સંપત્તિમાં ભારે તોડફોડ...

VIDEO: સ્ટાર ક્રિકેટરના ઘરમાં અડધી રાતે હુમલો, વાહનો સહિત સંપત્તિમાં ભારે તોડફોડ થતાં ઘર છોડવું પડ્યું

IANS: File Photo

Cricketer James Vince House Was Attacked By Hooligans: ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જેસ્મ વિન્સના સાઉધમ્પ્ટન ખાતે આવેલા ઘર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. વિન્સ તેના પરિવાર સાથે 8 વર્ષથી સાઉધમ્પ્ટનમાં રહે છે. છેલ્લા ચાર મહિનાથી વિન્સનો પરિવાર આ ઘટનાથી હેરાન થઇ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને પરિવાર સાથે પોતાનું વતન સાઉથમ્પટન છોડવાની ફરજ પડી છે. ઈંગ્લેન્ડ માટે 13 ટેસ્ટ, 25 વનડે અને 17 T20 ઈન્ટરનેશનલ રમી ચૂકેલા જેમ્સ વિન્સની સંપત્તિ પર સતત હુમલો થઈ રહ્યો છે. પહેલો હુમલો 15 એપ્રિલ, 2024ના રોજ થયો હતો, જ્યારે મધરાત્રે અચાનક એલાર્મ વાગવા માંડ્યા અને તે અચાનક જાગી ગયો હતો. મીડિયા સાથે વાત કરતા વિન્સે જણાવ્યું હતું કે, અચાનક તોડફોડના કારણે એલાર્મ વાગવા માંડ્યો હતો. અને ઘટનાથી ગભરાઈને અમે બાળકોને લઇને દોડવા માંડ્યા હતા. જેથી તેમને સુરક્ષિત રાખી શકાય.

શું કામ અને કોણ કરી રહ્યો છે હુમલો?

એક અઠવાડિયામાં બીજો હુમલો થયો

સીસીટીવી ફૂટેજ પરથી જાણી શકાય છે કે, એક અજાણ્યો હુમલાખોર વિન્સના ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હતો, અને તે વાહનો અને ઘરને નિશાન બનાવી રહ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોચે તે પહેલા જ હુમલાખોરે બધુ નષ્ટ કરી દીધું હતું. એક પાડોશીએ ઘટનાસ્થળેથી દૂર કોઈ કાર જોઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઘર અને કારનું સમારકામ કરવા માટે વિન્સને અસ્થાયી રૂપે ઘર છોડવું પડ્યું હતું. ઘરે પાછા ફર્યાના એક અઠવાડિયામાં જ 1 મેના રોજ બીજો હુમલો થયો હતો. આ વખતે વિન્સ જાગતો હતો ત્યારે હુમલાખોરો ઘરમાં પ્રવેશ્યા હતા. પરંતુ ઘરમાં ગતિવિધિ જોઈ હુમલાખોરો ત્યાંથી ઝડપથી ભાગી ગયા હતા. હુમલાખોરોએ ઇંટોનો ઉપયોગ કરીને ફરી એકવાર કાર અને ઘર બંનેની બારીઓ તોડી નાખી હતી.

આ પણ વાંચો: ત્યારે હું પણ રડી પડ્યો…’ ભાવુક સંદેશ સાથે ગૌતમ ગંભીરે છોડી KKR, જુઓ વીડિયો

હુમલાના દિવસે ક્રિસ વુડ ડિનર કરવા આવ્યો હતો

વિન્સે ઘટનાની વિસ્તૃત જાણકારી આપતા કહ્યું, જયારે હુમલો થયો ત્યારે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના તેના સાથી ખેલાડી ક્રિસ વુડ તેના ઘરે ડિનર કરી મધ્યરાત્રીએ પાછો ફરી રહ્યા હતો. આ ઘટનાથી પોલીસ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી. પોલીસની વ્યાપક તપાસ કરવા છતાં કોઈ પુરાવો મળ્યો ન હતો. હુમલા સંયોગાત્મક રીતે એવા દિવસે થયો જ્યારે હેમ્પશાયરમાં ઘરેલું મેચો રમાયી રહી હતી. સુરક્ષા પગલાં લીધા હોવા છતાં પણ પરિવાર ત્રીજા હુમલાના ભયમાં છે. વિન્સે કહ્યું હતું કે, અમે એ બધું ફરીથી થવાનું જોખમ લેવા માંગતા નથી. આ મારી પત્ની તથા મારા બાળકો માટે યોગ્ય નથી કે તેમણે ફરીથી આ ઘટનામાંથી પસાર થવું પડે.

આ પણ વાંચો: ICC T20 Rankings: યશસ્વી જયસ્વાલને બમ્પર ફાયદો, હાર્દિક પંડ્યા ટોપ-5થી પણ આઉટ

જેસ્મ વિન્સે લોકોને અપીલ કરી

વિન્સે અને તેના પરિવારે હવે લોકો સામે મદદનો હાથ લંબાવ્યો છે. જેથી કોઈ હુમલાખોરોને ઓળખી શકે. વિન્સે લોકોને વિનંતી કરી હતી કે, જો કોઈને કંઈપણ ખબર હોય અથવા હુમલાના ફૂટેજમાં એવું કંઈ દેખાય કે જેનાથી વધુ પુરાવા મળી શકે, તો કૃપા કરીને અમારો અથવા હેમ્પશાયર પોલીસનો સંપર્ક કરશો. જેથી જાણી શકાય કે આ બધું શું થઈ રહ્યું છે અને અમારું જીવન સામાન્ય થઈ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments