back to top
Homeદુનિયાડિવોર્સ... ડિવોર્સ... ડિવોર્સ...: UAEના PMની પુત્રીએ સોશિયલ મીડિયા પર પતિને આપ્યા છૂટાછેડા

ડિવોર્સ… ડિવોર્સ… ડિવોર્સ…: UAEના PMની પુત્રીએ સોશિયલ મીડિયા પર પતિને આપ્યા છૂટાછેડા

Image Twitter 

Dubai Princess Shaikha Mahra Divorces Husband: દુબઈની રાજકુમારી પુત્રી શેખા માહરા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે ઈન્ટાગ્રામમાં તેના પતિ શેખ માના સાથે છૂટાછેડાનું એલાન કર્યું છે. બે મહિના પહેલા આ દંપતીએ જ તેના પહેલા પતિનું સ્વાગત કર્યું હતું.

મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે દુબઈની રાજકુમારીએ મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં મુસ્લિમ પતિઓ માટે પ્રચલિત પરંપરાગત પદ્ધતિ મુજબ ટ્રિપલ તલાકની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, ‘પ્રિય પતિ, કેમ કે તમે અન્ય સાથીઓ સાથે વ્યસ્ત છો, એટલે હું છૂટાછેડાની જાહેરાત કરું છું. હું તમને તલાક આપું છું, હું તમને તલાક આપું છું અને હું તમને તલાક આપું છું. તમારો ખ્યાલ રાખજો. તમારી પૂર્વ પત્ની.’

એકબીજાને કર્યા અનફોલો

આ પોસ્ટ પર મેહરાના ફોલોઅર્સ તરફથી કોમેન્ટ્સ ઉપર કોમેન્ટ્સ આવી રહી હતી. સતત સોશિયલ મીડિયા પર વળગી રહેતા ફોલોઅર્સે તો એ પણ જોયું કે, આ કપલે એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. આ ઉપરાંત તેમના લગ્નના ફોટા સહિત એકસાથે લીધેલા દરેક તસવીરો પણ ડિલીટ કરી દીધી છે.

ગયા વર્ષે મે મહિનામાં થયા હતા લગ્ન

શેખા માહરાએ ગયા વર્ષે મે મહિનામાં અમીરાતી બિઝનેસમેન શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન માના અલ મકતુમ સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી તેમને ત્યા એક પુત્રીનો જન્મ પણ થયો હતો. રાજકુમારીએ આ વર્ષે મે મહિનામાં તેણે એક દિકરીને જન્મ આપ્યા પછી હોસ્પિટલમાંથી લીધેલી તસવીરો શેર કરી હતી. એ પછી તેણે ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો.

છ અઠવાડિયા પહેલા માહારાએ વધુ એક મેસેજ પોસ્ટ કર્યો હતો. હકીકતમાં માહરાએ તેની પુત્રી સાથે એક ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું – ‘બસ આપણે બે.’ માહરાએ તેની દિકરીનું નામ ‘હિંદ’ રાખ્યું છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments