back to top
Homeદુનિયાભારતીયોના આ ફેવરિટ શહેરમાં ગરમીનો પારો 62 ડિગ્રીને પાર, આખરે કેમ સર્જાયું...

ભારતીયોના આ ફેવરિટ શહેરમાં ગરમીનો પારો 62 ડિગ્રીને પાર, આખરે કેમ સર્જાયું ભયાનક હીટ વેવ

Image:Freepik 

Dubai Heatwave: ભારતના લોકો વધતા જતા પારાથી અકળાઈ રહ્યાં છે ત્યારે આ ધગધગતો સૂર્ય માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કહેર વરસાવી રહ્યો છે. દુબઈમાં 16 જુલાઈ 2024ની બપોરે નોંધાયેલા તાપમાને તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાપમાન 144 ડિગ્રી ફેરનહીટ નોંધાયું હતું એટલેકે 62.44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. જો કે સાંજે પાંચ વાગતા તાપમાન ઘટીને 53.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. 

આ રેકોર્ડ તાપમાન નોંધાયું તે સમયે હવા પણ ગરમ હતી. હવાનું તાપમાન પણ 42 ડિગ્રી સેલ્સિયસ હતું, તો ભેજનું પ્રમાણ 85 ટકા જેવુ ઊંચું હતું, જેથી તાપમાન 62.22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દુબઈનું આ Wet Bulb Temperature વાતાવરણ જીવલેણ બન્યું છે અને તેમાં જીવવું ખૂબ મુશ્કેલ છે. નિષ્ણાતોના મતે, આ રેતાળ શહેરની ગરમ હવા અને સખત ભેજના કારણે આટલુ ઊંચું તાપમાન નોંધાયું છે. 

દુબઈમાં ઉનાળામાં સામાન્ય રીતે પારો 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે છે. આ વર્ષનું ઉનાળાનું તાપમાન સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ગરમ હતું. ખાડી દેશોમાં ગરમી અને ભેજનું ઘાતક મિશ્રણ હોય છે. આવી સ્થિતિમાં લોકોને શરીરમાંથી ખૂબ પરસેવો નીકળે છે. વધુ પડતો પરસેવો ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

શું છે વેટ બલ્બ ટેમ્પરેચર?

સરળ ભાષામાં કહીએ તો વેટ બલ્બ ભીના કપડાંમાં થર્મોમીટર મૂકીને માપવામાં આવતું તાપમાન છે. આ પ્રક્રિયામાં કપડાંમાંથી પાણીનું બાષ્પીભવન થાય, ત્યારે તેના કારણે થર્મોમીટર ઠંડું પડી જાય છે. આ પ્રક્રિયા એ વાત દર્શાવે છે કે, માનવશરીર પરસેવાની મદદથી કેવી રીતે પોતાને ઠંડુ રાખે છે. આમ, તાપમાન અને ભેજની એકસાથે ગણતરી કરીએ તે વેટ બલ્બ તાપમાન ગણાય છે. આ ગણતરી કોઈ ચોક્કસ સ્થળ કે હીટ ઈન્ડેક્સની મદદથી પણ કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વેટ બલ્બ તાપમાન 30થી 35 ડિગ્રી સેલ્સિયસ છે. જો તેનાથી ઉપર તાપમાન જાય તો મૃત્યુ લગભગ નિશ્ચિત છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments