CBSE Class 10 and 12 Board Exam New Rule : સીબીએસઈ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ માટે શિક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી પહેલા જ મળી ગઈ છે. આ માટે સીબીએસઈએ નેશનલ કરિકુલમ ફેમવર્ક ફૉર સ્કૂલ એજ્યુકેશને (NCFSE) પણ ભલામણ કરી છે. આ નિર્ણય હેઠળ સીબીએસઈ વર્ષ 2026થી ધોરણ-12ની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવા માટે વિચારણા કરી રહી છે. મળતા અહેવાલો મુજબ બોર્ડ વર્ષ 2026માં ધોરણ-12ની બીજી પરીક્ષા જૂનમાં યોજી શકે છે. આ પ્રસ્તાવ નવી શિક્ષણ નીતિ 2020 (New Education Policy 2020)ના આધારે જારી કરવામાં આવ્યો છે.
વર્ષમાં બે વખત પરીક્ષા યોજવાના ફાયદા
બોર્ડે કહ્યું છે કે, વર્ષમાં બે વખત પરીક્ષા યોજવાથી વિદ્યાર્થીઓ પરનું દબાણ ઘટશે. આમ કરવાથી તેમનો સમય પણ બચશે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માટે એક વર્ષ સુધી રાહ પણ જોવી નહીં પડે. આમ વિદ્યાર્થીઓ માનસિક દબાણથી મુક્ત થઈ શકશે. સૌથી મોટી વાત એ છે કે, એક વર્ષમાં લગભગ બમણા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી શકશે અને તેનાથી શિક્ષણ સ્તરે પણ સકારાત્મક અસર જોવા મળશે. વિદ્યાર્થીઓ નિયમિત પરીક્ષાઓની તૈયારી કરવા માટે તેમના સમયને વધુ અસરકારક રીતે સંચાલિત કરવાનું શીખશે, જેના કારણે પરીક્ષા સંબંધીત તણાવ અને ચિંતાઓ પણ ઘટશે. એકંદરે વર્ષમાં બે વાર પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓને અભ્યાસની સારી ટેવ વિકસાવવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો : પોતાના ગઢ ગણાતા બે રાજ્યોમાં ભાજપની મુશ્કેલી વધી, ગુજરાતમાં નવી-જૂની થવાના એંધાણ
સીબીએસઈની પરીક્ષા વર્ષમાં બે વખત કેવી રીતે યોજાશે?
બોર્ડના જણાવ્યા મુજબ, ધોરણ-12ના વિદ્યાર્થીઓ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન પરીક્ષા આપે છે, પછી મે મહિનામાં પરિણામ આવે છે. રિઝલ્ટ બાદ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા યોજાય છે. રિપોર્ટ મુજબ પરિણામ જાહેર થયાના 15 દિવસ બાદ બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે અને એક મહિના બાદ ઓગસ્ટમાં બીજી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જશે.
આ પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં ફરી ખેલ કરશે ભાજપ? RSSની પત્રિકામાં પવારનું નામ ઉછળતા ફરી અટકળો તેજ