back to top
Homeભારતમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા ઉદ્ધવ ઠાકરેનો મોટો પ્લાન, જાણો શું કરી...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા ઉદ્ધવ ઠાકરેનો મોટો પ્લાન, જાણો શું કરી તૈયારી

Maharashtra Politics : શિવસેનાએ (UBT) આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટાપાયે તૈયારી શરુ કરી દીધી છે. આ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ વરિષ્ઠ નેતાઓ સંજય રાઉત, અનિલ દેસાઈ, સુભાષ દેસાઈ, સુનિલ પ્રભુ અને રાજન વિચારે સાથે બેઠક યોજીને વિધાનસભા બેઠકોની રણનીતિ બનાવી છે. મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકોને ધ્યાનમાં રાખીને મહા વિકાસ અઘાડી (MVA) અને શિવસેના પાર્ટીએ ગઠબંધન સાથે લગભગ 115 થી 125 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાનું લક્ષ્ય બનાવ્યું છે. 

થિંક ટેન્ક સાથે વોર રૂમની રચના કરાશે

ઉદ્ધવ ઠાકરેએ આજે (17 જુલાઈ) BKCમાં ટ્રાઈડેન્ટ હોટેલમાં વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરીને તમામ 125 બેઠકોને લઈને સમીક્ષા કરી હતી. આ બેઠકોને ધ્યાનમાં રાખીને ઉદ્ધવે ‘થિંક ટેન્ક’ની સાથે-સાથે એક વોર રૂમ ઉભો કરવાની યોજના બનાવાની તૈયારીમાં છે.

125 બેઠકો પર ચૂંટણી લડવાની શિવસેના પાર્ટીની તૈયારી

શિવસેના દ્વારા અગાઉના મતવિસ્તારો માંથી મળેલા મતના માર્જિનને ધ્યાનમાં રાખીને 125 બેઠકોની માંગણી કરશે. ગત વિધાનસભા ચૂંટણીમાં મળેલા મતોના આધારે A, B અને C એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવશે. 2019 ની વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ NDA ગઠબંધનમાં 124 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી. આ સિવાયની 163 બેઠકો પર ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટી અને અન્ય સહયોગીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. 2024 ની લોકસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીમાં વિભાજનની સ્થિતિ હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ 2019 ની લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનમાં લડત આપી હતી એ પ્રમાણે 22 બેઠકો પર લડવાનો આગ્રહ રાખ્યો હતો. આ પ્રકારની પદ્ધતિથી ઉદ્વવ ઠાકરે દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયાર બતાવીને 125 બેઠકો હાસલ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

વેઇટ એન્ડ વોચના મુડમાં પવાર અને પટોલે

તેવામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ પહેલેથી જણાવ્યું હતું કે, ‘તેમણે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન પછી આગામી વિધાનસભા ચૂંટણીમાં 150 કરતા ઓછી બેઠકો મેળવશે નહી. 2019ની વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેના પાર્ટીએ 56 અને NCP એ 54 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. આ દરમિયાના શરદ પવારે આ મુદ્દાને લઈને મૌન રાખ્યું હતું.’

ગઠબંધન પર સંજય રાઉતને પૂરો ભરોસો

મહારાષ્ટના ગઠબંધનના રાજકારણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ‘આગામી દિવસોમાં મહાવિકાસ આઘાડીના તમામ પક્ષો એક ટેબલ પર જોવા મળશે. આ સાથે બધા એકજૂથ થઈને ફોર્મ્યુલા તૈયાર કરશે. આપણું ગઠબંધન મજબૂત છે. એટલે આપણે બધા સાથે મળીને ચૂંટણી લડીશું અને જીતીશું. આ વિધાનસભા માટે અમે 2019 પ્રમાણેની ફોર્મ્યુલા આધીન ચાલીશું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments