– ૨૩ હજાર ટન કેળા માત્ર મીડલ ઇસ્ટમાં એક્સપોર્ટ છ વર્ષમાં શાકભાજી, ફ્રોઝન, વેજીટેબલ, કેળા, ભીંડા,
કેરી મળી 6.21 લાખ ટન એક્સપોર્ટ
– દક્ષિણ
ગુજરાતમાં પાકતા ગ્રાન્ડ-9 કેળાની મીડલ ઇસ્ટના દેશોમાં ભારે ડિમાન્ડ
– યુકે માં શાકભાજી, કેનેડા અને જાપાનમાં ફ્રોઝન વેજીટેબલની
ભારે ડિમાન્ડ
સુરત
સુરત
શહેર સહિત દક્ષિણ ગુજરાતના ખેડુતો દ્વારા ખેતરોમાં પાકતા બાગાયતી પાકોમાં ગ્રાન્ડ-
૯ કેળાની મીડલ ઇસ્ટ કન્ટ્રીમાં એટલી બધી ડિમાન્ડ છે કે આ વર્ષે વિવિધ શાકભાજી, ફળો, કઠોર તેમજ અન્ય પાકો મળીને કુલ ૨૮ હજાર મેટ્રીક ટનમાંથી ૨૩ હજાર મેટ્રીક ટન
કેળા મીડલ ઇસ્ટ કન્ટ્રીમાં એકસપોર્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં ૬.૨૧ લાખ મેટ્રીક
ટન કૃષિ પેદાશો વિદેશમાં એકસપોર્ટ કરાઇ છે.
દક્ષિણ
ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડુતો ડાંગર અને શેરડીનું વોવતર કરતા હોય છે. સાથે જ
શાકભાજી, કપાસ,
કઠોળ તેમજ ફળાઉ પાકોનું પણ સિઝન મુજબ વાવેતર કરવામાં આવે છે. અને આ
ખેત પેદાશોની વિદેશમાં પણ ભારે ડિમાન્ડ હોવાનું જાણવા મળ્યુ છે. આ વર્ષે એટલે કે
૧-૪-૨૩ થી અત્યાર સુધીમાં શાકભાજી, ફળો, ફોઝન શાકભાજી, કેળા, કેરી અને ભીંડા
મળીને કુલ્લે ૨૮૪૧૦.૧૮ મેટ્રીક ટન કૃષિ પેદાશો વિદેશમાં એકસપોર્ટ કરાઇ છે. આ
એકસપોર્ટમાંથી સૌથી વધુ ૨૩૫૦૯.૭૪ મેટ્રીક ટન કેળાની નિકાસ કરવામાં આવી છે. અને તે
પણ ફકત મીડલ ઇસ્ટ કન્ટ્રીમાં જ થઇ છે. આમ મીડલ ઇસ્ટ કન્ટ્રીમાં દક્ષિણ ગુજરાતમાં
પાકતા કેળાની ભારે ડિમાન્ડ છે. આ મીડલ ઇસ્ટ કન્ટ્રીમાં ઇરાન, સાઉદી અરેબિયા,ઇઝરાયેલ, જોર્ડન,
ઇજિપ્ત જેવા દેશોનો સમાવેશ થાય છે. જયારે યુકેમાં શાકભાજીની,
કેનેડામાં શાકભાજી અને ફોઝન વેજીટેબલ, જાપાનમાં
ફોઝન વેજીટેબલ એકસપોર્ટ કરવામાં આવે છે.
છેલ્લા છ
વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં પાકતા વિવિધ પાકોમાંથી અત્યાર સુધીમાં ૬.૨૧ લાખ મેટ્રીક ટન
કૃષિ પેદાશો વિદેશમાં એકસપોર્ટ કરવામાં આવી છે. આ એકસપોર્ટ કરવા માટે ફાયટો સેનેટરી
સર્ટિફિકેટ લેવા પડે છે. આ માટે સરકારે પ્લાન્ટ કવોરેન્ટાઇનની સ્થાપના કરી છે. છેલ્લા
પાંચ વર્ષમાં અલગ અલગ કંપનીઓએ ૧૮૯૫૯ સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા છે. આ સર્ટિફિકેટ એવી કંપનીને
આપવામાં આવે છે કે જેઓ બહારના દેશોમાં ખેત પેદોશો નિકાસ કરવાના છે. અને આ પેદાશોના
કારણે વિદેશમાં નવા રોગોનું નિર્માણ નહીં થાય અને ફેલાવો અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય
નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
કેળાની અલગ
અલગ 38 થી વધુ જાતો છે પરંતુ ગ્રાન્ડ-9 કેળાની જ ડિમાન્ડ વધુ
કેળાના
પાક વિશે ખેત નિષ્ણાંત દિનેશ પાડલીયા
જણાવે છે કે થોડા દિવસ પહેલા નવસારી જિલ્લામાં કેળાના પાક વિશે એક સેમિનાર
રાખવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ૩૮ જાતો ખેડુતો સમક્ષ રજુ કરી હતી. અને નવી
જાતોનું રોપાણ કરવા માટે સમજાવ્યા હતા.પરંતુ ગ્રાન્ડ- ૯ કેળાના ૨૪ થી ૨૬ મહિનામાં ત્રણ પાક લેવાતા હોવાથી
ખેડુતો આ જ જાતનું વધુ રોપાણ કરે છે. એક આંકડા મુજબ ૨૫ હજાર હેકટર જમીનમાં કેળાનું
વાવેતર થાય છે. જેમાં સૌથી વધુ રાજપીપળા, ત્યારબાદ નર્મદા, ભરૃચ,
સુરત, નવસારી અને વલસાડ માં થાય છે. વર્ષ
દરમ્યાન અંદાજે દક્ષિણ ગુજરાતમાં ૧.૭૫ લાખ મેટ્રીક ટન કેળા પાકે છે.
આ વર્ષે
631 ટન કેરી વિદેશમાં એકસપોર્ટ કરાઇ
દક્ષિણ
ગુજરાતમાંથી કેરી પણ વિદેશમાં એકસપોર્ટ થતા આ વર્ષે યુકેમાં ૩૫૪ મેટ્રીક ટન, કેનેડામાં ૧૧૬ મે.ટન,
યુરોપીયન કન્ટ્રીમાં ૧૫૯ મે.ટન મળીને કુલ્લે ૬૩૧ મેટ્રીક ટન કેરી
વિદેશમાં એકસપોર્ટ થાય છે. સાથે જ સુરત એપીએમસી દ્વારા મેંગો પલ્પ બનાવીને અમેરિકા
સહિત વિવિધ દેશોમાં એકસપોર્ટ કરવામાં આવે છે.
વિદેશમાં એકસપોર્ટ થયેલા પાકો
પાક મેટ્રીક ટન
કેળા ૨૩૫૦૯.૭૪
શાકભાજી, ફળો ૩૭૦૩.૪૦
કેરી ૬૩૧.૦૬
ફ્રોઝન
વેજીટેબલ ૫૦૩.૯૧
ભીંડા ૬૨.૦૭
કુલ્લે ૨૮૪૧૦.૧૮