વ્યાજખોરીને કારણે લોકો આપઘાત કરવા મજબૂર થતા હોવાના કિસ્સા બનતા હોય છે.વ્યાજખોરીમાં આખો પરિવાર બરબાદ થતો હોવાના પણ કિસ્સા સામે આવતા હોય છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા વ્યાજખોરો સામે કડક રાહે પગલાં લેવાના અને ભોગ બનેલાઓને મદદરૃપ થવા માટે લોક દરબાર યોજવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.આ લોકદરબારમાં બેન્કોના અધિકારીઓ પણ હાજર રહે છે અને ભોગ બનેલાઓને તત્કાળ લોનના ચેક આપે છે.
ઉપરોક્ત ઝુબેશના ભાગરૃપે ડીસીપી ઝોન-૪ હેઠળના કારેલીબાગ,હરણી,સમા, સિટી,બાપોદ,વારસીયા અને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકદરબારનું તા.૧૯મીએ સાંજે પ વાગે મિલન પાર્ટી પ્લોટ, હરણી એરપોર્ટ નજીક,ન્યુ વીઆઇપી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.