back to top
Homeબિઝનેસરૃ.10 લાખના ન્યુનતમ રોકાણ સાથે નવો એસેટ ક્લાસ લાવવા સૂચવતું સેબી

રૃ.10 લાખના ન્યુનતમ રોકાણ સાથે નવો એસેટ ક્લાસ લાવવા સૂચવતું સેબી

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (પીએમએસ) વચ્ચેના અંતરને દૂર કરવા માટે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ન્યુનતમ રૃ.૧૦ લાખના રોકાણ સાથેનો નવો એસેટ ક્લાસ અથવા પ્રોડક્ટ કેટેગરી રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ નવા એસેટ ક્લાસ હેઠળ લઘુતમ રોકાણ રોકાણકાર દીઠ રૃ.૧૦ લાખ સૂચવવામાં આવ્યું છે. નવા એસેટ ક્લાસમાં રોકાણકારોને ઉચ્ચ જોખમ લેવાની ક્ષમતા અને મોટી ટિકિટ સાઈઝ સાથેની રેગ્યુલેટેડ રોકાણ પ્રોડક્ટ પૂરી પાડે એવી શકયતા છે. જેનો ઉદ્દેશ અનરજીસ્ટર્ડ અને અનિધિકૃત રોકાણ પ્રોડક્ટસના પ્રસારને  અંકુશમાં લેવાનો છે એમ મૂડી બજાર નિયમનકારે જણાવ્યું છે.

પ્રસ્તાવિત નવા એસેટ ક્લાસ-વર્ગ રોકાણકારોની ઉભરતી કેટેગરીની જરૃરીયાતોને પહોંચી વળવા માટે વધુ લવચીકતા, વધુ જોખમ લેવાની ક્ષમતા અને મોટી ટિકિટ સાઈઝ ધરાવતી રેગ્યુલેટેડ પ્રોડક્ટ ઓફર કરીને મ્યુચ્યુઅલ ફંડો અને પીએમએસ વચ્ચેના અંતરને ભરવાનો ઈરાદો હોવાનું સેબીએ કન્સલ્ટેશન પેપરમાં જણાવ્યું છે.

નિયમનકારે નવા એસેટ ક્લાસ માટે એક અલગ નામકરણની ભલામણ કરી ચે, જે તેને પરંપરાગત મ્યુચ્યુઅલ ફંડ અને સિક્યુરિટીઝ માર્કેટમાં પહેલેથી ઉપલબ્ધ અન્ય રોકાણ પ્રોડક્ટસ જેવા કે પીએમએસ, એઆઈએફ (અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ), આરઈઆઈટી (રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) અને આઈએનવીઆઈટી (ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ)થી અલગ પાડે છે.

સેબીએ જણાવ્યું છે કે, એએમસી (એસેટ મેનેજમેન્ટ કંપની) અથવા મ્યુચ્યુઅલ ફંડમાં નવા એસેટ ક્લાસમાં લઘુતમ રોકાણની રકમ રોકાણકાર દીઠ રૃ.૧૦ લાખ હશે. રોકાણકારો પાસે નવા એસેટ ક્લાસ હેઠળ રોકાણની વ્યુહરચના માટે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી), સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન (એસડબલ્યુપી) અને  સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન (એસટીપી) જેવા વ્યવસ્થિત પ્લાનનો વિકલ્પ હોઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments