back to top
Homeબિઝનેસહોમ લોનનું કદ પાંચ વર્ષમાં બમણાથી વધુ જોવા મળે તેવો નોમુરાનો અંદાજ

હોમ લોનનું કદ પાંચ વર્ષમાં બમણાથી વધુ જોવા મળે તેવો નોમુરાનો અંદાજ

મુંબઈ : ભારતમાં હોમ લોન માર્કેટનું કદ આગામી પાંચ વર્ષમાં હાલના સ્તરેથી બમણાથી વધુ  જોવા મળવાની ધારણાં છે. આગામી દાયકામાં મોરગેજમાં પંદર ટકાના દરે વધારો થવાનો અંદાજ છે. 

સાનુકૂળ લોકસંખ્યા, આવક સ્તરમાં વૃદ્ધિ, રહેઠાણની અછત તથા પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાની સરકારની યોજનાને જોતા હાઉસિંગ લોન માટેની માગમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે એમ બ્રોકરેજ પેઢી નોમુરાએ જણાવ્યું હતું. 

અમારા અંદાજ પ્રમાણે હાઉસિંગ લોન ઉદ્યોગ આગામી એક દાયકામાં ૧૪થી ૧૫ ટકાના દરે વિકાસ પામવાની શકયતા છે જેને કારણે બજારનું કદ પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ જોવા મળશે, નોમુરાના રિપોર્ટમાં જણાવાયું છે. 

છેલ્લા એક દાયકામાં વ્યક્તિગત હાઉસિંગ લોનના બાકી પડેલા આંકમાં ૧૫ ટકા ચક્રવૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર ૨૦૨૩ના અંતે બાકી પડેલી હાઉસિંગ લોનનો આંક રૃપિયા ૩૦ લાખ કરોડ રહ્યો હતો. 

આટલી તંદૂરસ્ત વૃદ્ધિ છતાં ભારતમાં હાઉસિંગ લોનનું વિસ્તરણ નબળું  રહ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૩માં દેશના કુલ જીડીપીની સરખામણીએ હાઉસિંગ લોનનું કદ ૧૦.૬૦ ટકા રહ્યું હતું. જ્યારે અન્ય દેશોમાં આ સ્તર ૨૦થી ૬૫ ટકા છે. 

સપ્ટેમ્બર, ૨૦૨૩ના અંતે બાકી પડેલી વ્યક્તિગત હાઉસિંગ લોનમાં જાહેર ક્ષેત્રની બેન્કોનો સંયુકત હિસ્સો ૪૧ ટકા રહ્યો હતો જ્યારે ખાનગી બેન્કોનો ૩૮ ટકા અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓનો હિસ્સો ૧૮ ટકા રહ્યો હતો. 

નાણાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ના ગાળામાં બેન્કોના હોમ લોન વોલ્યુમમાં ગ્રામ્ય તથા અર્ધ શહેરી વિસ્તારોમાં ૭ ટકા ચક્રવૃદ્ધિ જોવા મળી હતી જ્યારે શહેરોમાં આ આંક ૧૧ ટકા રહ્યો હતો. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments