Vadodara News : વડોદરા શહેરના ઉત્તર પશ્ચિમ છેવાડે આવેલા બાજવા ગામે પંદરેક વર્ષ અગાઉ બનેલી નવી પાણીની ટાંકી સતત લીકેજ થયા કરે છે. જૂની અને નવી બે ટાંકી ગામમાં પાસે પાસે આવેલી છે. નવી ટાંકી સતત પાણી લીકેજને કારણે બની ગઈ છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જવાની રહી છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ફળદાયી પરિણામ હજી સુધી આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ ઉત્તર છેડે બાજવા ગામમાં જૂની અને નવી બે પાણીની ટાંકીઓ આવેલી છે જૂની ટાંકી 25-30 વર્ષ અગાઉ બની છે. જ્યારે નવી ટાંકી બન્યાને માત્ર પંદરેક વર્ષ થયા છે છતાં પણ શરૂઆતથી જ સતત લીકેજના કારણે પાણી ટપક્યા કરે છે. પરિણામે જર્જરિત થયેલી ટાંકી ના કારણે નજીકની આંગણવાડીને પણ કમ્પાઉન્ડ વોલ બનાવીને બાળકોને સુરક્ષિત કરવામાં આવ્યા છે ઉપરાંત પ્રા. શાળા નં. 3ના બાળકો રિસેસના સમયે ટાંકી તરફ આવે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નવી જર્જરિત ટાંકી ઉતારી લેવા બાબતે તાલુકા કક્ષાએ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી કોઈ અધિકારી ટાંકીની હાલતની તપાસ કરવા શુદ્ધ પણ ફરક્યા નથી.