back to top
Homeગુજરાતસૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સાવધાન રહેવું જરૂરી, હવામાન વિભાગની અતિ ભારે વરસાદની...

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સાવધાન રહેવું જરૂરી, હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી

Heavy Rain In Saurashtra-South Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે, ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

18 જુલાઈએ પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ધડબડાટી બોલાવશે

આજે પશ્ચિમ ગુજરાતના પાંચ જિલ્લામાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાજ્યમાં ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરુચ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટને પગલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

19 જુલાઈના દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે

આવતી કાલે રાજ્યના પશ્ચિમ-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમેરલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પગલે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.

20 અને 21 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર

આગામી બે દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી 20 અને 21 જુલાઈ દિવસે રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદનું જોર રહેશે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ હળવું રહેશે.

આજે (18 જુલાઇ) : આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે (18 જુલાઇ) : આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમેરલી, ગીર સોમનાથ, નવસાદી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે (18 જુલાઇ) : આ જિલ્લાઓમાં યલો એલર્ટજાહેર

વડોદરા, છોટા ઉદેપુરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments