Showing Sympathy For Trump : 78 વર્ષના ડોનાલ્ડ ટ્રંપ પર શનિવારના દિવસે એક જીવલેણ હુમલો થયો હતો. પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં સમયે એક 20 વર્ષના યુવકે ટ્રંપ પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં ટ્રંપને કાનના ભાગે ગોળી વાગતા ઈજા પહોંચી હતી. બીજી તરફ, ટ્રંપે કાને પાટો બાંધેલી હાલતમાં અન્ય એક કાર્યક્રમને સંબોધિત કરતાં સમયે તેમના સમર્થકોએ પણ પોતાના કાનના ભાગે ટ્રંપની માફક પાટો બાંધી નારેબાજી કરી હતી.
ટ્રંપના સમર્થનમાં લોકોએ કાને પાટો બાંધ્યો
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર થયેલા ઘાતક હુમલા પછી અમેરિકાની જનતા ટ્રંપના સપોર્ટમાં ઉતરી હોવાનો એક વીડિયોમાં સામે આવ્યો છે. ટ્રંપના સમર્થનમાં આવેલી જનતાએ પણ પોતાના કાનના ભાગે પાટો બાંધ્યોવી હતો. વાયરલ વીડિયો પ્રમાણે, ટ્રંપ પર કરવામાં આવેલી ફાયરિંગમાં કાન પર ઈજા થતાં પાટો બાંધીને એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. ત્યારે ટ્રંપના સમર્થનમાં આવેલા ભીડના લોકોએ પણ પોતાના કાનના ભાગે ટ્રંપની માફક પાટો બાંધતા નવો ટ્રેન્ડ બન્યો હતો.
સમર્થકોએ ‘ફાઈટ-ફાઈટ’ના નારા લગાવ્યાં
હુમલા પછી અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના ટ્રંપને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે. તેવામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપે અન્ય એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાન પર પાટો બાંધેલી હાલતમાં ટ્રંપે કાર્યક્રમને સંબોધિત કરતાં તેમના સમર્થકો દ્વારા ‘USA-USA’ અને ‘ફાઈટ-ફાઈટ’ના નારા લગાવ્યાં હતા.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
ટ્રંપના હુમલા પછીના એક કાર્યક્રમમાં આપેલી હાજરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પ્રમાણે, ટ્રંપના સમર્થનો દ્વારા તેમની વાહવાહી કરવામાં આવી રહી છે. ટ્રંપનો આ પ્રકારે કરવામાં આવેલો સપોર્ટ યૂએસમાં નવો ટ્રેન્ડ તરીકે ઉભારી આવ્યો છે.