back to top
Homeમનોરંજનધડકની જોડી જાહ્વવી અને ઈશાન ફરી સાથે દેખાશે

ધડકની જોડી જાહ્વવી અને ઈશાન ફરી સાથે દેખાશે

– નિરજ ઘાયવાન બંનેને લઈ ફિલ્મ બનાવી રહ્યા છે

– ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરુ થશે, વિશાલ જેઠવા પણ મહત્વની ભૂમિકામાં હશે 

મુંબઈ : જાહ્વવી કપૂર અને ઈશાન ખટ્ટરે ‘ધડક’ ફિલ્મથી સાથે  ડેબ્યૂ કર્યું હતું. હવે તેનાં છ વર્ષ પછી બંને ફરી એક ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. 

‘ધડક’ની જેમ આ ફિલ્મ પણ કરણ જોહરના પ્રોડક્શનમાં જ બની રહી છે. ‘મસાણ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા નિરજ ઘાયવાન આ ફિલ્મના દિગ્દર્શક છે. ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરમાં શરુ થવાનું છે. આ ફિલ્મમાં ‘ટાઈગર થ્રી’ સહિતની ફિલ્મોમાં દેખાઈ ચૂકેલો વિશાલ જેઠવા પણ મહત્વની ભૂમિકામાં હશે. 

આ ફિલ્મ એક ઈમોશનલ ડ્રામા હશે તેમ કહેવાઈ રહ્યું છે. જોકે, ‘ધડક’ની સરખામણીએ બંનેની ભૂમિકાઓ તદ્દન અલગ હશે તેમ જણાવાયું છે. 

‘ધડક’ રજૂ થયા પછી જાહ્વવી કપૂરને કરણ જોહરની વગના કારણે અનેક ફિલ્મો મળી છે. જોકે, હજુ સુધી તે કોઈ યાદગાર ફિલ્મ આપી શકી નથી કે તેની એક્ટિંગમાં પણ કોઈ ખાસ દમ નથી. બીજી તરફ ઈશાનની એક્ટિંગના વખાણ થાય છે પરંતુ તેની કારકિર્દી પણ હજુ ધાર્યા મુજબ આગળ વધી નથી. ‘ધડક’ મૂળ મરાઠી સુપરહિટ ફિલ્મ ‘સૈરાટ’ની હિંદી રિમેક હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments