Shashi Tharoor, India Squad for Sri Lanka Tour: ભારતીય ક્રિકેટ ટીમ 27 જુલાઈથી 30 જુલાઈ માટે ત્રણ ટી-20 મેચની સીરીઝ રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ માટે 18 જુલાઈએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ટીમની જાહેરાત કરી છે. પરંતુ આ ટીમને જોઈને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બીસીસીઆઈની આકરી ટીકા કરી હતી.
આ ખેલાડીઓને પસંદ ન કરવા પર વ્યક્ત કરી નારાજગી
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શ્રીલંકા સામેની ટી-20 સીરીઝ માટે પસંદ થયેલી ટીમ બાબતે બીસીસીઆઈ પર ગુસ્સે થયા હતા. તેમણે આ બાબતે ટ્વીટ કર્યું હતું કે, ‘આ મહિનાના અંતમાં યોજાનારી ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસ માટે પસંદગી રસપ્રદ છે. સંજુ સેમસને તેની છેલ્લી ODIમાં સદી ફટકારી હતી પરંતુ તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જયારે ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝમાં સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન અભિષેક શર્માની પણ પસંદગી કરવામાં આવી નથી. પરંતુ ભારતને સફળતા મળે તે જ વધુ મહત્ત્વનું છે. ટીમને શુભકામનાઓ.’
શ્રીલંકા સામે ભારતીય ટીમની ટીમ
T-20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.
ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.