back to top
Homeગુજરાત16 વર્ષની સગીરાએ 32 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઉત્પાત મચાવ્યો,ભાઇને ડામ...

16 વર્ષની સગીરાએ 32 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઉત્પાત મચાવ્યો,ભાઇને ડામ દીધા, માતાને ફટકારી.. ચોરી કરી

Representative Image

Vadodara News : સોશિયલ મીડિયા તેમજ ફિલ્મો,ટીવી સિરિયલોની ટીનેજર્સ પર કેવી અસર થાય છે તેના વારંવાર કિસ્સા પ્રકાશમાં આવેછે. કેટલાક કિસ્સામાં તો વાલીઓની હાલત ન કહેવાય ન સહેવાય જેવી થતી હોય છે. વડોદરામાં આવો જ વધુ એક કિસ્સો બનતાં છકી ગયેલી 16 વર્ષની પુત્રીની શાન ઠેકાણે લાવવા વિધવા માતાએ અભયમની મદદ લીધી હતી.

૩૨ વર્ષના બોયફ્રેન્ડના પ્રેમમાં પડેલી 16 વર્ષીય સગીરા ભણવામાં પણ ધ્યાન આપતી નથી અને લગ્ન કરવાની જિદે ચડી છે. પિતાનું છત્ર ગુમાવનાર સગીરા પર માતા અને 16 વર્ષના ભાઇની જવાબદારી આવી પડી હતી. પરંતુ તે જવાબદારી નિભાવવાના બદલે પ્રેમમાં પાગલ જેવી થઇ ગઇ છે.

માતાએ અભયમની મદદ માંગતા કહ્યું હતું કે,મારી દીકરી મારા નાના પુત્રને ગરમ તવેથાના ડામ આપી ત્રાસ ગુજારી રહી છે. હજી તેની ઉંમર કરિયર બનાવવાની છે. પરંતુ તે લગ્નની જીદે ચડી છે અને મને પણ મારઝૂડ કરી રહી છે. તે ઘરમાંથી વારંવાર રૂપિયા ચોરીને તેના બોયફ્રેન્ડને આપી રહી છે.

અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી તેના બોયફ્રેન્ડની મુશ્કેલી વધશે તેવી કાયદાકીય સમજ આપી હતી.સગીરાને જવાબદારીનું ભાન કરાવતાં તેણે પોતાની ભૂલ કબૂલી હતી અને પરિવારનું ધ્યાન રાખી પગભર થવા લેખિતમાં બાંહેધરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments