back to top
Homeગુજરાતજામનગર જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે 25 ડેમ પૈકી 8 જળાશયો ઓવર...

જામનગર જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે 25 ડેમ પૈકી 8 જળાશયો ઓવર ફ્લો

image : Filephoto

Jamnagar Dam Overflow : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો હતો, અને ગઈકાલ થી પડી રહેલા વરસાદના કારણે જામનગર જિલ્લાના 25 જળાશયોમાંથી આઠ જળાશયો ઓવરફ્લો થયા છે. જયારે અન્ય પાંચ જળાશયમાં નવા પાણીની આવક થઈ છે.

ગઈકાલથી પડી રહેલા વરસાદના કારણે જામનગર નજીક આવેલો સપડા ડેમ કે જે ગઈકાલના વરસાદથી ઓવરફ્લો થઈ ગયો છે. તે ઉપરાંત રસોઈ-2 ડેમ કે જે અનગેટેડ છે, તે ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, અને ડેમની પાળી પરથી પાણી પસાર થઈ રહ્યું છે. ત્યારબાદ ઉંડ-4  ડેમ, તેમજ ડાઇ મીણસાર અને વાગડિયા ડેમ કે જે ત્રણેય ડેમ પણ અનગેટેડ છે અને તે ડેમ પણ પુરા ભરાઈ ગયા બાદ ઓવરફલો થઈ રહ્યા છે.

આ ઉપરાંત ઉમિયા સાગર ડેમમાં પાણીનો વધુ જથ્થો આવી ગયો હોવાથી ડેમના 4 પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમની સપાટી જાળવવામાં આવી છે. જ્યારે વાગડિયા ડેમ અને ઉન્ડ-4 ડેમ કે જે અનગેટેડ છે અને તે પણ ઓવરફ્લો થઈ ગયા છે. ઉપરાંત અન્ય પાંચ જળાશયોમાં ગઈકાલે નવા પાણીની આવક થઈ છે.

જામનગરને પાણી પૂરું પાડતા ચારેય જળાશયોમાં 4 માસ જેટલો પાણી સંગ્રહ 

જામનગર જિલ્લાના પડેલા વરસાદના કારણે જામનગર શહેરને પાણી પૂરું પાડતા ચારેય જળાશયોમાં નવા નીર આવ્યા છે. જેથી જામનગર શહેર માટે હાલ ચાર માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ચારેય ડેમમાં સંગ્રહ થયો છે. જામનગરના રણજીતસાગર ડેમની સપાટી 22 ફૂટની છે અને 636 એમ.સી.એફ.ટી. નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત શહેરને પાણી પૂરું પાડતા સસોઇ ડેમમાં પણ 534 એમ.સી.એફ.ટી. નવા પાણીની આવક થતાં ડેમની કુલ સપાટી 13.88 ફુટ થઇ છે. આ ઉપરાંત ઉંડ-1 ડેમમાં પણ 1189 એમ.સી.એફ.ટી. પાણી આવતાં હાલ ડેમની સપાટી 13.70 ફૂટ થઈ છે. જ્યારે આજી ડેમમાં પણ ગઈકાલે 728 એમ.સી.એફ.ટી નવું પાણી આવ્યું છે અને આ ડેમની સપાટી પણ 17.32 ફૂટ થઈ છે. ચારેય જળાશયોમાં નવા પાણીની આવક થવાથી જામનગર શહેર માટે ચારેક મહિના જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments