Zaheer Iqbal told How He talked to Shatrughan Sinha: સોનાક્ષી સિન્હા અને ઝહિર ઇકબાલ 7 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા. બંને લગ્ન પહેલા પોતાના સંબંધ વિષે વાત કરવાનું ટાળતા રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તેમણે વિગતવાર જણાવ્યું હતું કે જ્યારે તેમણે શત્રુઘ્ન સિંહાને કહ્યું કે તેઓ લગ્ન કરવા માંગે છે ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી.
ઝહિરે જણાવ્યું કઈ રીતે સોનાક્ષીની હાથ માંગ્યો હતો
હાલ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલ તેમના જીવનના સુંદર તબક્કામાં છે. પરંતુ બંનેએ હંમેશા લગ્ન પહેલા તેમના સંબંધ વિશે વાત કરવાનું ટાળ્યું છે. પરંતુ હવે એક ઈન્ટરવ્યૂમાં બંનેએ આ વાત શત્રુઘ્ન સિન્હાને કેવી રીતે કહેવામાં આવી હતી તે અંગે જણાવ્યું હતુ. ઝહિરે કહ્યું કે, ‘હું જયારે તેમના ઘરે ગયો નર્વસ હતો, કારણ કે મેં તેમની સાથે પહેલાં ક્યારેય રૂબરૂ વાત ન્હોતી કરી. જ્યારે અમે વાત કરવાનું શરૂ કર્યું, ઘણી બધી બાબતો પર ચર્ચાઓ શરૂ થઈ અને અમે મિત્રો જેવા બની ગયા. મેં એ પણ કહ્યું હતું કે હું સોનાક્ષીને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગુ છું. હું જાણું છું કે તેમની ઈમેજ ડરામણી છે પરંતુ તે ખૂબ જ સાચા, શાંત અને ખૂબ જ સ્વીટ વ્યક્તિ છે.’
આ પણ વાંચો: અભિષેક બચ્ચને છૂટાછેડા વિશેની પોસ્ટ લાઈક કરતાં ચાહકો ચિંતિત
સોનાક્ષીએ ઝહિર વિશે શત્રુઘ્ન સિન્હાને આ રીતે જણાવ્યું
સોનાક્ષી કહ્યું કે, ‘જ્યારે મેં મારા પિતાને અમારા વિશે વાત કરી ત્યારે હું પણ નર્વસ થઈ ગઈ હતી. મને ખબર ન્હોતી કે તેઓ કેવી પ્રતિક્રિયા આપશે. મેં આ બાબત પર ખૂબ જ સારી રીતે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમને પૂછ્યું કે તમને મારા લગ્નની ચિંતા નથી? કારણ કે તમે મને આ બાબતે કશું પૂછ્યું નથી.’ ત્યારે પપ્પાએ જવાબ આપ્યો હતો કે ‘મેં તારા મમ્મીને કહ્યું છે કે લગ્ન બાબતે દીકરીને પૂછો.’ અને મેં ઝહિર વિષે વાત કરતા કહ્યું કે, ‘મારા જીવનમાં ઝહિર નામનો એક છોકરો છે.’ ત્યારે તેમણે કહ્યું કે, ‘હા, મેં પણ વાંચ્યું હતું. તમે લોકો બુદ્ધિશાળી છો, મિયાં બીવી રાઝી તો ક્યાં કરેગા કાઝી.’
પિતા સાથે ઝહિર બાબતે વાત થયા પછી સોનાક્ષીએ કહ્યું કે, ‘મને લાગ્યું કે આ તો સરળ હતું. મને સમજાયું કે મારા પિતા કેટલા કૂલ અને ચિલ્ડઆઉટ છે. તેમણે અમારા સંબંધોને ખૂબ જ સપોર્ટ કર્યો હતો.’