back to top
Homeસ્પોર્ટ્સગંભીરના ફેવરિટ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન, પસંદગી થતા જુઓ શું કહ્યું

ગંભીરના ફેવરિટ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન, પસંદગી થતા જુઓ શું કહ્યું

File Photo

Harshit Rana Got A Vhance To Play In The National Team: બીસીસીઆઈએ શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસમાં સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન અને વનડે માટે રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. બંને ફોર્મેટમાં કેટલાક નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે કેટલાક ખેલાડીઓનએ સારું પ્રદર્શન કરવા છતાં ટીમમાં સામેલ કરાયા નથી. હર્ષિત રાણા અને રિયાન પરાગ જેવા યુવા ખેલાડીઓ પહેલી વખત વનડે ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ દિગ્ગજો ધરાવતી ભારતીય વનડે ટીમમાં જ્યારે હર્ષિત રાણાને સામેલ કરવાના સમાચાર તેમને મળ્યા ત્યારે તેમને પ્રતિક્રિયા આપી હતી કે, ‘દિલ્હીમાં દિલ તૂટી શકે છે, પરંતુ અમે ક્યારેય હિંમત નથી હારી’. 

દિલ્લીના 22 વર્ષીય ઝડપી બોલર હર્ષિતે જુનીયર સ્તરથી જ સખ્ત મહેનત કરવાનું શરુ કરી દીધું હતું. પરંતુ અત્યાર સુધી તેને અવગણવમાં આવ્યો હતો. આ વર્ષની આઈપીએલ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી 19 વિકેટ ઝડપીને નેશનલ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: હાર્દિકને કેપ્ટન કેમ ન બનાવાયો, કારણ આવ્યું સામે, ટીમ સિલેક્શનની મીટિંગમાં થઈ ગઈ ગરમા ગરમી

ડ્રેસિંગ રૂમમાં ગૌતી ભૈયા (ગૌતમ ગંભીર)એ મારી માનસિકતા બદલી

હર્ષિતે કહ્યું હતું કે, હું સખત મહેનત કરવામાં વિશ્વાસ રાખું છું, પરંતુ જ્યારે ટીમમાં મારી અવગણના થતી ત્યારે હું અંદરથી ભાંગી જતો હતો અને મારા રૂમમાં બેસીને રડ્યા કરતો. પરંતુ મારા પિતાએ ક્યારેય આશા ગુમાવી નથી. તેને આગળ કહ્યું, ‘મારી અત્યાર સુધીની મહેનત માટે જો મારે ત્રણ લોકોના નામ લેવા હોય તો તેમાં મારા પિતા, મારા અંગત કોચ અમિત ભંડારી સર અને ગૌતી ભૈયા (ગૌતમ ગંભીર)નો સમાવેશ થાય છે. કેકેઆરના ડ્રેસિંગ રૂમમાં ગૌતી ભૈયાએ મારી રમત પ્રત્યે મારી માનસિકતા બદલી નાખી હતી. ટોચના સ્તર પર તમને કૌશલ્યની જરૂર હોય છે, પરંતુ દબાણનો સામનો કરવા માટે તમને કૌશલ્ય કરતાં વધુ દિલની જરૂર હોય છે. 

ભારતીય ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથેની તેની વાતચીતને યાદ કરતાં તેણે કહ્યું, ‘ગૌતી ભૈયા હંમેશા મને કહેતા કે, મને તારા પર વિશ્વાસ છે. તું મેચ જીતીને આવશો.’

આ પણ વાંચો: છુટાછેડાં બાદ નતાશાને કેટલી સંપત્તિ મળશે? હાર્દિકનો જૂનો VIDEO ફરી ચર્ચામાં, ફેન્સ ચોંક્યા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments