back to top
Homeસૌરાષ્ટ્ર"જો વાડ જ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી..? જામનગરમાં એક મહિના...

“જો વાડ જ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી..? જામનગરમાં એક મહિના પૂર્વે બનેલા મોરકંડા ડામર રોડ પર ભ્રષ્ટાચારના ગાબડાં!

Jamnagar Road Damage : જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા માર્ગને રૂા.અઢી કરોડના ખર્ચે નવો ડામર રોડ બનાવવામાં આવેલ જે માર્ગમાં એક જ માસમાં ગાબડાં પડી જતાં નબડાં કામની ચાડી ખાઇ રહ્યું છે, અને હજુ ચોમાસુ બાકી છે અને જોરદાર વરસાદ પડશે તો આ નવા રોડની હાલત વધારે ખરાબ થવાની શક્યતા નકારી શકાતી નથી.

ડામર રોડની ડિફેકટ લાયાબિલીટી પાંચ વર્ષની હોય છે, પરંતુ માત્ર એ જ મહિનામાં ગાબડાંઓ પડી જતાં રોડની નબળી ગુણવત્તા અને મટીરીયલથી બનાવાયો હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી ઇજનેર રાજીવ જાનીનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમનો ફોન ‘નો રિપ્લાય’ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments